Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અમેરિકાની હિંસક ઘટનામાં ૪ના મોત

વોશિંગ્ટનમાં ૧૫ દિવસ માટે પબ્લીક ઇમરજન્સી જાહેર

વોશિંગ્ટનઃ અમેરિકામાં નિવૃત્ત થતા રાષ્ટ્રપતિ ટ્રમ્પના હજારો સમર્થક અમેરિકી કેપિટલમાં ઘુસી ગયા અને પોલીસ સાથે તેમની ઝપાઝપી થઇઃ આ ઘટનામાં ઍક મહિલા સહિત ૪ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છેઃ પોલીસને દેખાવકારો ઉપર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતીઃ સુરક્ષા દળોઍ આ દરમિયાન દેખાવકારોને રોકવા માટે લાઠીચાર્જ, અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતોઃ વોશિંગ્ટન પોલીસના જણાવ્યા પ્રમાણે આ હિંસામાં ૪ના મોત થયા છેઃ જેમાં ઍક મહિલાનું પોલીસ ગોળીબારમાં મોત થયુ છેઃ સમગ્ર વિસ્તારને ખાલી કરાવાયો તો ટ્રમ્પના સમર્થકો પાસેથી બંદુકો ઉપરાંત અન્ય ખતરનાક ચીજા પણ મળી આવી હતીઃ આ હિંસા બાદ ૧૫ દિવસ માટે પબ્લીક ઇમરજન્સી શહેરમાં લાદી દેવામાં આવી છે
 

(10:37 am IST)