Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

૧૦મીએ રાત્રીના ૧૦.૩૭થી ૨.૪૨ વાગ્યા સુધી ચંદ્રગ્રહણ જોવા મળશે

નવી દિલ્હી: આગામી 10 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવાનું છે. મળતી માહિતી મુજબ ચંદ્રગ્રહણ રાતે 10.37 વાગ્યાથી લઈને 11 જાન્યુઆરીએ મોડી રાતે 2.42 વાગ્યા સુધી રહેશે. આમ ચંદ્રગ્રહણ કુલ 4 કલાકથી પણ વધુ સમય સુધી રહેશે.

ભારત ઉપરાંત યુરોપ, એશિયા, આફ્રિકા, અને ઓસ્ટ્રેલિયા મહાદ્વિપોમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણની સ્થિતિમાં સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી સીધી લાઈમાં હોતા નથી. આમ છતાં પૃથ્વીની હળવી છાયા ચંદ્રમા પર આવે છે. જેનાથી તે ધૂંધળો બને છે. આ દરમિયાન ચંદ્ર વધતો કે ઘટતો પણ જોઈ શકાતો નથી. એ જ રીતે આ અંતર પણ સરળતાથી સમજી શકાતું નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહણનું સૂતક ગણાતું નથી. આ અગાઉ ચંદ્રગ્રહણ 11 ફેબ્રુઆરી 2017ના રોજ જોવા મળ્યું હતું.

આ વર્ષના  બાકી ચંદ્રગ્રહણ 5 જૂન, 5 જુલાઈ અને 30 નવેમ્બરના રોજ પડશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમા મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. જેના કારણે મિથુન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ ગ્રહણ જે રાશિ પર લાગે તે રાશિના જાતકો પર ગ્રહણનો પ્રભાવ સૌથી વધુ પડે છે.

(4:30 pm IST)