Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

એએમયુમાં થયેલી હિંસાની તપાસ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કરશે

અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ : પાંચ સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરવા તાકીદ

નવી દિલ્હી : નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ ગયા વર્ષના ડિસેંબરની 15મીએ થયેલા દેખાવો દરમિયાન AMUમાં થયેલી હિંસાની તપાસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ કરશે.

અલાહાબાદ હાઇકોર્ટે આપેલા આદેશના પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આ તપાસ હાથ ધરશે.

અલાહાબાદ હાઇકોર્ટે પંચને જણાવ્યું હતું કે વધુમાં વધુ પાંચ અઠવાડિયામાં રિપોર્ટ તૈયાર કરીને અમને આપો. હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીની 17મીએ થશે એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.

AMUની હિંસામાં સંડોવાયેલા કહેવાતા લોકોએ જુમાની નમાજ પછી લઘુમતી યુવાનોને એકઠા થઇને હિંસા આચરવાની હાકલ કરી હતી એવો આક્ષેપ પોલીસે કર્યો હતો. બીજી બાજુ લઘુમતી લોકોએ પોલીસ પર વળતો આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોલીસે અમને પાકિસ્તાન ચાલ્યા જાઓ એવું કહ્યું હતું અને અમારા ઘરોમાં ઘુસીને સાવ નિર્દોષ લોકોને ઢોરમાર માર્યો હતો. હવે આ કિસ્સાની તપાસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ કરવાનુ છે

(1:22 pm IST)