Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બજેટમાં મેન્યુફેકચરિંગ સેકટરને રાહત મળવાના સંકેત

આ સેકટરની નાની કંપનીઓ માટે સરકાર આપશે મોટી રાહત

નવી દિલ્હી,તા.૭: ૧લી ફેબ્રુઆરીએ થનારા સામાન્ય બજેટમાં સરકાર મેન્યુફેકરચિંગ સેકટરને બુસ્ટ કરવા માટે મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સરકાર સામાન્ય બજેટમાં મેન્યુફેકચરિંગ સેકટરમાં કાર્યરત નાની કંપનીઓને મોટું બુસ્ટ આપશે. સરકાર બજેટમાં આ નાની કંપનીઓને માટે ઇન્સેટીવ પ્લાનની દ્યોષણા કરી શકે છે. તેનો હેતુ નાની કંપનીઓનો કારોબાર વધારવાની સાથે મેન્યુફેકચરિંગને બુસ્ટ આપવાનું હશે. સરકાર કોર્પોરેટ ટેક્ષને રાહત ઓછી કરીને મોટી કંપનીઓને રાહત આપી ચુકી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટમાં મેન્યુફેકચરિંગ સેકટરમા કાર્યરત નાની કંપનીઓને ઇન્સેટીવ પ્લાન હેઠળ ટેક્ષ દરોમાં વિશેષ છૂટ આપવામાં આવે છે. ટેક્ષ દરોમાં આ છૂટ ૨ થી ૩

પર્સેન્ટ સુધી થઇ શકે છે. જોકે આ છૂટ કેટલાક વિશેષ સમયગાળો એટકે કે બે થી ત્રણ વર્ષ માટે આપી શકે છે. આ છૂટ તે નાની કંપનીઓ માટે હશે, જે એમએસઈના દાયરામાં આવે છે. એક સરકારી અધિકરીના જણાવ્યા મુજબ, નાની કંપનીઓને એ વાતની ફરિયાદ છે કે સરકાર કોર્પોરેટ ટેક્ષમાં કાપ કરીને મોટી કંપનીઓને રાહત આપી છે. પરંતુ નાની કંપની માટે કંઈક કરે જે એમએસએમઈના દાયરામાં આવે છે.

ઉલ્લેખીનય છે કે કોર્પોરેટ ટેક્ષમાં કાપ મૂકીને મોટી કંપનીઓને રાહત આપી છે. પરંતુ નાની કંપનીઓ માટે કઈ પણ કર્યું નથી.

(1:12 pm IST)