Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

એબીપી-સી વોટરનો સર્વે

દિલ્હીમાં ૭૦ માંથી ''આપ''ને પ૯: ભાજપને માત્ર ૮ બેઠક મળશેઃ લોકોની પસંદ છે કેજરીવાલ

નવી દિલ્હી તા.૭ : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આગામી પાંચવર્ષ માટે સત્તારૂઢ થઇ શકે છ(. દિલ્હીની જનતા કેજરીવાલને મુખ્યપ્રધાન પદ માટે પોતાની પહેલી પસંદ માને છે. કેજરીવાલની જગ્યાએ બીજા કોઇ નેતાને દિલ્હીની ખુરશી પર બેસાડવાના મુડમાં દિલ્હીની જનતા નથી. એબીપી સી વોટરના ઓપિનિયન પોલમાં વર્તમાન સીએમ કેજરીવાલને ૭૦ ટકા લોકોએ પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે.પોલમાં સામે આવ્યું છે કે કેજરીવાલ ઉપરાંત આ પદ માટેના બીજા નંબરના પસંદગીના નેતા ભાજપા સાંસદ ડો.હર્ષવધન છે. ૧૦.૭ લોકોએ તેમને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કર્યા છે. તો ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને આ પદ માટે એક ટકા લોકો જ પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે. કે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હીની બધી એટલે કે ૭૦ બેઠકો માટે મતદાન ૮ ફેબ્રુઆરીએ અને મતગણત્રી ૧૧ ફેબ્રુઆરીએ થશે. વિધાનસભાનો કાર્યકાળ રર ફેબ્રુઆરીએ પુરો થઇ રહ્યો છે. નિયમાનુસાર તે પહેલા ચૂંટણી પુરી કરીને નવી વિધાનસભાની રચના થશે.

સીવોટર સર્વેક્ષણ અનુસાર, જો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચૂંટણી થાય તો આપને પ૩.૩ ટકા મત સાથે પ૯ બેઠકો મળત જયારે ભાજપાને રપ.૯ ટકા મત સાથે આઠ બેઠકો અને કોંગ્રેને ૪.૯ ટકા મત સાથે ચાર બેઠકો મળત. સર્વેક્ષણમાં ૧૩૦૭૬ લોકોને પુછવામાં આવ્યું હતું કે જો આજે વિધાનસભાની ચૂંટણી હોય તો તમે કોને મત આપશો ? જેમાં લોકોના જવાબના તારણ અનુસાર આપને પ૪ થી માંડીને ૬૪ બેઠકો મળવાનું અનુમાન દર્શાવાયું હતું. જયારે ભાજપાને ૧૩ અને કોંગ્રેસને શૂન્યથી છ બેઠકો મળવાનું અનુમાન છે.

(11:30 am IST)