Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઉત્તર પ્રદેશમાં ૪૮ કલાકમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશેઃ બરફીલા પવનો- વરસાદની સંભાવના

લખનૌઃ કેટલાક દિવસોની રાહત બાદ ઉત્તર પ્રદેશમાં હાડ કંપાવી દેનાર ઠંડી પરત ફરવાના આસાર છે. હવામાન ખાતા મુજબ એક- બે દિવસમાં યુપીના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે તથા બરફીલા પવન ફૂંકાવાથી ઠંડીમાં વધારો થશે. હવામાન ખાતા મુજબ  છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઠંડીમાં ધરખમ ઘટાડો નોંધાતા લોકોને રાહત મળી હતી. પણ ૨૪ થી ૪૮ કલાકમાં ફરી ઠંડીનો કાતીલ રાઉન્ડ આવનાર છે. અલ્હાબાદ વિસ્તારમાં રાત્રીના તાપમાનમાં ખાસો ઘટાડો નોંધાયેલ જયારે અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેલ.

(11:29 am IST)