Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ટીકટોક વાળી કંપની લાવી નવી એપ રેસ્સો : ટેસ્ટિંગમાં જ થયા એક લાખ ડાઉનલોડ્સ

મ્યુજિક સ્ટ્રીમીંગ સર્વિસ ફ્રી અને પેડ બંને વર્ઝન્સમાં ઉપલબ્ધ

 

નવી દિલ્હી : ટીકટોકની નિર્માતા કંપની Bytedance ભારતમાં સ્પોટીફાઈ, ગીત, વિંક અને એપ્પલ મ્યુજિક જેવી મ્યુજિક એપ્સને ટક્કર આપવાનો નિર્ણય કર્યો છે. બાઈટડાંસે રેસ્સો નામની એપની ટેસ્ટીંગ ભારત અને ઇન્ડોનેશિયામાં શરુ કરી હતી. એક મ્યુજિક સ્ટ્રીમીંગ સર્વિસ છે.

એપ એનાલીટીક્સ ફર્મ સેન્સર ટાવર મુજબ એપને અત્યાર સુધી લગભગ૧ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. ગુગલે પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવી ચુકી છે. ગુગલ પ્લે સ્ટોર પર તેના લાખથી વધુ ડાઉનલોડ્સ જોવા મળી શકે છે.

મૂન વિડિઓ આઈએનસી દ્વ્રારા ડીવેલ્પ કરવામાં આવેલ એપ માટે ટી-સીરીઝ અને ટાઈમ્સ મ્યુઝીક સાથે પાર્ટનરશીપ પણ કરવામાં આવી છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એપનું ફ્રી વર્ઝન જાહેરાત સાથે આવી રહ્યું છે ત્યારે પેડ વર્ઝન માટે યુઝર્સના ૧૧૯ રૂપિયા મહિના ખર્ચ કરવા પડશે.

(8:56 am IST)