Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી જેરેમી કુનીએ ન્યુયોર્કના ૫૬મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી જેરેમી કુનીએ ન્યુયોર્કના ૫૬મા ડીસ્ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી છે જોકે ૨૦૧૮ની સાલમાં આ સીટ માટે યોજાયેલી ચૂંટણીમાં તેઓ પરાજીત થયા હતા.  હવે ૨૦૨૦ની સાલમાં યોજાનારી પેટા ચૂંટણીમાં તેમના સહિત ૩ ડેમોક્રેટ ઉમેદવારો મેદાનમાં છે.

ભારતમાં જન્મેલા તથા સિંગલ મધર દ્વારા દત્તક લેવાયેલા શ્રી જેરેમીનો ઉછેર રોચેસ્ટરમાં થયો છે. તેઓ આયરીશ પરિવારમાં મોટા થયેલા છે. તેમણે પબ્લીક પોલીસી સ્ટડી સાથે ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવેલી છે તથા અલ્બાની લો સ્કૂલમાંથી લોની ડીગ્રી મેળવેલી છે. તેઓ રોજગારી, સ્મોલ બિઝનેસ, હેલ્થકેર, ટેકસીસ, ચાઇલ્ડ કેર સહિતના પ્રશ્ને ચૂંટણી લડવા માંગે  છે.

(9:42 pm IST)