Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ફ્રીઝ, એસી અને વોશિંગ મશીન થશે મોંઘા

આયાત ડ્યુટીમાં વધારાના કારણે ૩ થી ૪ ટકા કિંમતો વધશે

મુંબઈ તા. ૭ : નવા વર્ષમાં કન્ઝયુમર ડ્યૂરેબલના વેચાણમાં વધારાની આશા છે.પરંતુ ડર એ પણ છે કે, જો હજુ સુધી તે ઇનપુટ કોસ્ટ વધારો અને ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો ખુદ ઉઠાવી રહ્યા હતા તેને પરત ખેંચે છે તો વેચાણમાં ઘટાડો પણ થઇ શકે છે. જાણકારોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રી એવું કરશે અને તેનાથી ઘરેલું બજારમાં બનેલા ઉત્પાદો પર ૫ થી ૭ ટકા કિંમતો વધવાની આશા છે.

ઙ્ગ ઉલ્લખેનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારના આયાતીત એર કંડીશનર, રેફ્રિજરેટર, તથા વોશિંગ મશીન પર ઈમ્પોર્ટ ડ્યુટી ૧૦થી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. તહેવારોની સીઝનને જોઈને કંપનીઓને આ વધારાનો બોજ ઉઠાવાનું કહ્યું હતું.જેમાં સફળતા પણ મળી, પરંતુ હવે કંપનીઓના વધારાનો બોજ તેમને ખુદને ઉઠાવાનું કહ્યું હતું.જેમાં સફળતા પણ મળી.પરંતુ હવે કંપનીઓ તેનો બોજ ગ્રાહકો પર નાખવા માટે ઉત્પાદોની કિંમતોમાં વધારો કરી શકે છે.

ઙ્ગગોદરેજ એપ્લાયન્સના બિઝનેશ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ જણાવ્યું કે તહેવારોની સીઝન પુરી થઇ ગઈ છે અને બ્રાન્ડ ધીરે ધીરે વધેલી ઇનપુટ કોસ્ટનો બોજ જે વહન કરી રહ્યા છે પાછા ખેંચી રહ્યા છે.જેના કારણે ઘરેલુ બજારમાં બનતા ઉત્પાદોની કિંમતોમાં ૩ થી ૪ અને વિદેશોથી આયાત ૫ થી ૭ ટકા કિંમતો વધવાની આશા છે.તેઓએ જણાવ્યું કે આ કેટેગરીમાં એર કંડીશનર સૌથી મોંઘા થઇ શકે છે. તે જણાવે છે કે હાલના સમયમાં ક્રૂડની કિંમતો ઘટવા, રૂપિયામાં સ્થિતિ સુધારવાના કારણે ગ્રાહકોના સેન્ટિમેન્ટ સુધારવાની આશા છે.પેનાસોનિક ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના અધ્યક્ષ અને સીઈઓ મનીષ શર્માએ કહ્યું,રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, પરિસ્થિઓમાં અનિશ્ચિતતા અને ખર્ચમાં વધારાથી ઉદ્યોગમાં નરમીનું વલણ જોવા મળે છે.(૨૧.૧૭)

(11:48 am IST)