Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભાજપને એ ભાન થવું જોઈએ કે સાથી પક્ષો નારાજ હોય તો દેશની જનતા કેટલી નારાજ હશે : શશી થરૂર

ભાજપ હવે ડૂબતુ જહાજ છે એટલા માટે તેના સાથી પક્ષો તેને છોડી રહ્યાં છે

નવી દિલ્હી :કોંગ્રેસના નેતા શશી થરૂરે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે  કોંગ્રેસનાં નેતા અને સાંસદ શશી થરૂરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ એ હવે ડૂબતુ જહાજ છે એટલા માટે તેના સાથી પક્ષો તેને તરછોડીને ભાગી રહ્યા છે.

 શશી થરૂરે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપને એ ભાન થવુ જોઇએ કે, જો તેના સાથી પક્ષો જ તેનાથી નારાજ હોય તો આખા દેશની જનતા તેનાથી કેટલી નારાજ હશે

     તેમણે વધુમાં જણાવ્યું કે, એનડીએનાં સાથી પક્ષોમાં ખુબ જ નારાજગી છે. કેમ કે, એ તમામને એવુ લાગે છે કે સરકારમાં માત્ર એક જ વ્યક્તિનું ચાલે છે. વન મેન શો ચાલે છે. આથી ભાજપનાં સાથી પક્ષો તેને છોડી રહ્યા છે. કેમ કે ભાજપ એ ડુબતુ જહાજ છે.

  “કોંગ્રેસની સરકાર હતી ત્યારે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) બધા સાથી પક્ષોને સાથે લઇને ચાલતા હતા અને તેમની નેતાગીરીને અમે આવકારતા હતા. તમામનો અવાજ સાંભળવામાં આવતો હતો. જ્યારે એનડીએમાં એવુ નથી. તેમા માત્ર વન મેન શો જ છે. ”

(12:00 am IST)