Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એલઓસી બાદ એલએસીમાં તાપમાન માઇનસ ૧૮ ડીગ્રીઃ ભારતીય જવાનો દુશ્‍મનોની સાથો-સાથ પ્રકૃતિ સાથે ભીડી રહ્યા છે બાથ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા.૬ : લડાખમાં ચીની સીમા, કારગીલ તથા કાશ્‍મીરના પહાડો ઉપર ૧૦૦ થી ૧પ૦ કી.મી.પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા ઠંડા પવનો અને ગાત્રો થીજવતી ઠંડીમાં ભારતીય જવાનો ફરજ બજાવી પાકિસ્‍તાનની સેનાની સાથે પ્રકૃતિનો પણ સામનો કરે છે.

આવી સ્‍થિતિ હવે એલઓસીની સાથે એલએસી ઉપર પણ છે. એક તરફ પાકિસ્‍તાની સેના છે. તો બીજી તરફ ચીની લશ્‍કર અને ઉપરથી ઠંડા તોફાની પવનો વચ્‍ચે ઉભુ રહેવું સરળ નથી. તાપમાન પણ શુન્‍યથી ખુબજ નીચુ હોય છે. ઉપરાંત ભીષણ હિમપાતના કારણે ચારે તરફ બરફની દિવાસો ઉભી થઇ જાય છે. આ બધી વિષમ પરિસ્‍થિતિઓ વચ્‍ચે ભારતીય જવાનો દુશ્‍મનને ખદેડવા અડીખમ રીતે ફરજ બજાવે છે.

કાશ્‍મીર સીમાની એલઓસી ઉપર વિષય પરિસ્‍થિતિના દ્રશ્‍યો સામાન્‍ય છે. ઉપરાંત કારગીલ તથા સિયાચીન હિમખંડમાં પણ ભારતીય સૈનિકો વિરતાની દાસ્‍તાનો લખી રહ્યા છે. હાલ દુશ્‍મનોનો સામનો કર્યા વીના પ્રકૃતિ સાથે બાથ ભીડીને આ દાસ્‍તાન લખાઇ રહી છે. અત્‍યાર સુધી ભારતીય સૈનિકો નીચે ઉતરી રાહત મેળવતા પાકિસ્‍તાન સાથે થયેલ મૌખીક કરાર મુજબ બન્‍ને દેશ ખરાબ હવામાનમાં સીમા ચોકીઓ ઉપર કબજો કરવાનો પ્રયાસ નહિં કરે ત્‍યારે ચોકીઓ ખાલી છોડી દેવામાં આવતી.

પણ કારગીલ યુધ્‍ધ બાદ એવું કશું ન થયુ. જેથી ભયાનક ઠંડી વચ્‍ચે પણ ભારતીય સૈનિકોએ ચોકીઓ ઉપર કબજો રાખી પડવો રહ્યો છે. કારગીલ યુધ્‍ધ પહેલા આવું ન હતું હવે આખુ વર્ષ તૈનાત રહેવુ પડી રહ્યું છે. કારગીલ ઉપરાંત છેલ્લા ૩ વર્ષથી લડાખ મોરચે ચીની સૌન્‍યની ઘુષણખોરી અને આક્રમકતાનો સામનો ભારતીય જવાનો કરી રહ્યા છે.જો કે આધિકારીક આંકડાઓ મુજબ કાશ્‍મીર સીમા, ચીન સીમા, તથા સિયાચીન હિમખંડ ઉપર થયેલ સૈનીકોના મૃત્‍યુમાં ૯૭ ટકા પ્રકૃતિ જવાબદાર છે જેનો ભારતીય સેના મજબુતાઇથી સામનો કરી રહી છેે.

(3:42 pm IST)