Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મિશેલના પ્રત્‍યાર્પણથી પરેશાન કોંગ્રેસે બચાવમાં કેસ લડવા વકીલોની ટીમ મોકલી : સંબિત પાત્રા

બીજેપી પ્રવકતા સંબિત પાત્રાના જણાવ્‍યા પ્રમાણે કોંગ્રેસમાંથી નિષ્‍કાસિત અબ્‍જો કે જોસેફ ઉપરાંત કેરલ કોંગ્રેસ નેતાના પુત્ર વિષ્‍ણુશંકર અને એનએસયુઆઇ સભ્‍ય શ્રીરામ પરકકર પણ અગસ્‍તા વેસ્‍ટલૈંડ હેલિકોપ્‍ટર સોદાના વચેટીયા ક્રિヘીયન મિશેલના વકીલ છે. પાત્રાએ કહ્યુ મિશેલના પ્રત્‍યાર્પણથી પરેશાન કોંગ્રેસે બચાવમાં કેસ લડવા માટે વકીલોની ટીમ મોકલી છે.

(11:42 pm IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST