Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રાજકોટ નજીક ૩.૧ તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ, તા. ૬ :. રાજકોટ નજીક આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરે ૧૧.૧૦ વાગ્યે રાજકોટથી ૨૭ કિ.મી. દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ (પૂર્વ દક્ષિણ પૂર્વ) તરફના વિસ્તારમાં ૩.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાની વધુ અસર થઈ ન હતી. આંચકાની તિવ્રતા હળવી હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત કચ્છમાં ઘણા સમય બાદ આજે બપોરે ૧૧.૧૫ વાગ્યે રાપરમાં ૧.૮ની તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

(12:45 pm IST)