Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


ગરીબ પરિવારોને વધુ એક ગિફટ આપવાની કેન્દ્રની તૈયારી

હપ્તે હપ્તે બાટલો....

ન્યૂ દિલ્હી તા. ૬ : ઉજ્જવલા યોજના અંતર્ગત હપ્તા પર ગેસ ચૂલો આપ્યા બાદ હવે મોદી સરકાર રસોઇ ગેસ (એલપીજી) સિલેન્ડરની રીફીલ પણ હપ્તા પર કરવાની યોજના બનાવી રહી છે. જેથી રોજ કમાનાર અને ખાનાર ગરીબ પરિવાર પણ આ યોજનાનો લાભ લઇ શકે.

પેટ્રોલિયમ અર્થાત્ પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજ અહીં વિનએલપીજી (એલપીજીમાં મહિલા)નાં ભારતીય ચેપ્ટરની શરૂઆતનાં મોકા પર કહ્યું કે સરકાર એવી યોજના પર હવે વિચાર કરી રહી છે કે જેમાં રિફિલવાલા સિલિન્ડરની કિંમત પણ એકમુશ્ત ન આપીને હપ્તામાં હપ્તામાં આપવાની સુવિધા મળી શકે. એમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આનાં માટે પાયલટ પરિયોજના જલ્દી જ શરૂ કરવામાં આવશે.

પ્રધાને જણાવ્યું કે વિનએલપીજીનાં વૈશ્વિક ચેપ્ટરે આ સંબંધમાં સલાહ આપી હતી. દુનિયાનાં કેટલાંક દેશોમાં સિલેન્ડરમાં સ્માર્ટ મીટરની વ્યવસ્થાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે આમાં ઉપભોકતાઓ પાસેથી એટલા પૈસા લેવામાં આવે છે કે જેટલો ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો.

આ જ લાઇન પર દેશમાં એવી વ્યવસ્થા પણ કરવામાં આવી શકે છે. આ પહેલા સવારે એક સત્ર દરમ્યાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની મહાપ્રબંધક અપર્ણા અસ્થાનાએ કહ્યું કે ગામડાંઓમાં અનેક એવાં પરિવાર છે કે જેમની પાસે દૈનિક બચત તો થાય છે પરંતુ તે એકમુશ્ત રાશિ નહીં આપી શકે. જેથી કોઇ એવી નાણાંકીય વ્યવસ્થા થવી જોઇએ કે જેનાંથી હપ્તામાં એમણે રિફિલ સિલેન્ડર પણ ઉપલબ્ધ કરાવી શકાય.

 

(12:15 pm IST)