Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુપીની સ્થાનિક ચૂંટણીઓઃ ભાજપના અડધો અડધ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ

૩૬પ૬ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ જયારે ર૩૬૬ બેઠકો મળી

લખનૌ : ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને ભલે તોતીંગ વિજય મળ્યો હોય પરંતુ અનેક બેઠકો એવી છે કે જયાં ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છેઃ ભાજપને જે બેઠકોનું નુકસાન થયુ છે તે અગાઉની સ્થાનિક ચૂંટણીઓથી વધારે છેઃ ભાજપના ૩૬પ૬ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છેઃ જયારે ર૩૬૬ બેઠક પર તેને વિજય મળ્યો છેઃ જીતેલી બેઠકની સંખ્યા કરતા હારેલી બેઠકની સંખ્યા વધારે છેઃ પક્ષના તમામ ઉમેદવારોમાંથી ૪પ ટકા ઉમેદવારો છે જેમની ડિપોઝીટ જપ્ત થઇ છે.

 

(11:34 am IST)