Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભજનાનંદી વ્યકિત અભય હોય : પૂ. મોરારીબાપુ

મસુરીમાં આયોજીત 'માનસ વાલ્મીકિય' ઓનલાઇન શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ,તા.૬: 'ભજનાનંદી વ્યકિત અભય હોય છે.'તેમ પૂ.મોરારીબાપુએ મસુરી ખાતે આયોજીત 'માનસ વાલ્મીકિય' ઓનલાઇન શ્રીરામકથાના સાતમા દિવસે જણાવ્યું હતુ.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે સનાતન ધર્મ સર્વ ધર્મના મુળમાં છે. જેનામાં વિરતા હોય જે નિંદા ન કરતા હોય તે જ સાચા સંત છે. કોઇ આપણને બોલાવે કે ન બોલાવે હંમેશા પ્રસન્ન રહો.

પૂ.મોરારીબાપુએ ગઇ કાલે છઠ્ઠા દિવસે કહ્યું હતું કે , અત્રે બાપુએ સાધુ મંગલ મૂરતિ છે એ તાત્વિક -સાત્વિક અને વાસ્તવિક સંવાદ કરતા જણાવ્યું કે, માનસમાં નવ મંગલમૂર્તિ મળે છે. એક સરસ્વતી મંગલમૂરતિ છે. વસ્ત્રો અને વૃતિ ધવલ છે. બધા માટે શુભ મંગલ કરે છે એ મંગલમૂરતિ છે. અહીં બાપુએ વિશેષ વાત કરતા જણાવ્યું કે, અમારા મહુવાના ગુરૂકુળમાં સરસ્વતી માતાની મૂરતિ ખૂબ જ સૌમ્ય- મનોરમ છે. આટલા વરસે એનું નામ આપું છું. એ મંગલમૂર્તિ સરસ્વતી છે. જે જયદેવભાઇ (ગુરૂકુળમાં) આ સાંભળીને ખુશ થશે લખાવશે. બીજા મંગલમૂર્તિ ગણપતિ છે. જેની પ્રતિષ્ઠા જન્મજાત હોય એ મંગલમૂર્તિ છે. ત્રીજા મંગલમૂર્તિ ખુદ મારૂતનંદન-મારૂતિ છે. ચોથા મંગલમૂર્તિ રામ સ્વયં મંગલમૂર્તિ છે. છઠ્ઠા મહાદેવ મંગલમૂર્તિ છે. સાતમા સ્વયં રામચરિત માનસ મંગલમૂર્તિ છે. પાંચમી મંગલમૂર્તિ ગુરૂ છે. કોઇ પણ પંથને માનતા હો એના મુખ્ય ગુરૂએ મંગલમૂર્તિ છે. આઠમી મંગલમૂર્તિ શ્રીગંગાજી છે અને નવમી મંગલમૂર્તિ ઇશ્વરને જેનો વિરહ સતાવે ઇશ્વર જેને પ્યાર કરે છે એ સાધુ-નખશિખ સાધુ મંગલમૂર્તિ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, રાજકાજમાંથી સમય ન મળે એમાં ભજન ન થાય. આથી એકલા પડો ત્યારે ભજન કરો. આપણે એકલા પડીએ છીએ. ત્યારે સતત ફોન મચેડીએ છીએ. ઘણા વખતથી સિક્કીમની કથાથી કહેતો આવ્યો છુ કે, બધુ જ કામ પતે, બધાને મળી લીધુઘ ફોન વાચન બધુ પુરૂ થયા પછી નિંદર ન આવે માત્ર પાંચ મિનિટ હરિસ્મરણ કરો જે તમારા ત્રેવીસ કલાક પંચાવન મિનિટને રિચાર્જ કરી દેશે.

(2:56 pm IST)