Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ફટાકડા પર પ્રતિબંધ: એસો,એ કહ્યું 10 હજાર લોકોની છિનવાઇ જશે રોજગારી

દિલ્હીમાં છેલ્લા બે વર્ષમાં 2000 કરોડથી ઘટીને 200 કરોડનું રહી ગયો ફટાકડાનો બિઝનેસ

નવી દિલ્હીઃ હાલ કોરોના મહામારી વચ્ચે હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોએ આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ફટાકડા કંપની એસોસિએશને કહ્યુ કે, ફટાકડા કંપનીઓમાં 10 હજાર લોકો રોજગારી મેળવી છે. ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી આ તમામ લોકો બેરોજગાર થઇ જશે તેમની નોકરી છિનવાઇ જશે.

ફટાકડા પર પ્રતિબંધ મૂકવા અંગે ફરી અરજી આવતા હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ મામલે તમામ રાજ્યો પાસેથી પ્રત્યુત્તરો માંગ્યા છે. એનજીટીએ પૂછ્યુ કે, 7થી 30 નવેમ્બર સુધી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી શુ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જોઇએ?

જાણકારોનું માનીયે તો વર્ષ 2018 સુધી દિલ્હીમાં ફટાકડાનો વેપાર લગભગ 2000 કરોડ રૂપિયાનો હતો. ત્યારબાદ હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ફોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ વર્ષ 2019માં ગ્રીન ફટાકડા બનાવવા અને વેચાણ માટે એટલા લાઇસન્સ જ ઇશ્યૂ ન થયા કે દિવાળી પર તેની માંગ પૂરી કરી શકાય. વર્ષ 2020ની દિવાળી આવી તો લોકડાઉન અને કોરોનાને પગલે ગ્રીન ફટાકડાનું ઉત્પાદન જ ન થઇ શક્યુ. જ્યારે 93 ફેક્ટરીઓની પાસે ગ્રીન ફટાકડા બનાવવાના લાઇસન્સ હતા. હાલ તેનો બિઝનેસ સમેટાઇને માત્ર 200થી 300 કરોડ રૂપિયા જેટલો રહી ગયો છે.

(12:00 am IST)