Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સાઉદી અરેબિયામાં નોકરી કરતા લાખો ભારતીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર : હવે પ્રવાસી મજૂરો માલિક કે કંપની બદલી શકશે : કર્મચારીઓની શોષણ મુક્તિ માટે સાઉદી સરકારનો મહત્વનો નિર્ણય

રિયાદ : સાઉદી અરેબિયામાં નોકરી કરતા  લાખો ભારતીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે.જે મુજબ હવે પ્રવાસી મજૂરો માલિક  કે કંપની બદલી શકશે .કામદારોના થઇ રહેલા શોષણને ધ્યાને લઇ સાઉદી સરકારે ઉપરોક્ત મહત્વનો નિર્ણય લીધો છે.

વધુ વળતરની લાલચથી સાઉદી અરેબિયા આવતા પ્રવાસી મજૂરોનું શોષણ થતું હોવાનું ,તેમને ઓછું વળતર આપવાનું ,તથા તેમના પાસપોર્ટ જપ્ત કરી ફરજીયાત બંધક બનાવવાની અનેક ફરિયાદોને ધ્યાને લઇ સાઉદી સરકારે ઉપરોક્ત નિર્ણય લેતા ભારતના લાખો કામદારોને રાહત થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)