Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

કર્ણાટક : JDS - કોંગ્રેસમાં ચૂંટણી દિવાળી : BJPમાં માતમ

૨૦૧૯ના લોકસભાની ચૂંટણી પૂર્વે કર્ણાટકની પરીક્ષામાં કોંગ્રેસ - JDS પાસ : ભાજપ નાપાસ : લોકસભાની ત્રણ તથા વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને તમાચો : કુલ પાંચમાંથી કોંગ્રેસ - JDSને ૪ : ભાજપને માત્ર ૧ : કુમારસ્વામીના પત્નીનો વિજય

બેંગ્લુરૂ તા. ૬ : કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો ઘોષિત થઈ ચુકયા છે. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને મોટો આંચકો આપતા પાંચમાંથી ચાર બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. બેલ્લારી લોકસભા અને જામખંડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને જીત મળી છે. જયારે માંડયા લોકસભા અને રામનગર વિધાનસભા બેઠકમાં જેડીએસને જીત પ્રાપ્ત થઈ છે. શનિવારે પાંચ બેઠકો પર ૬૭ ટકા જેટલું વોટિંગ નોંધાયું હતું. કુલ ૩૧ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના પાંચ, કોંગ્રેસના ત્રણ, જેડીએસના બે અને ૨૧ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થતો હતો. કર્ણાટકની પાંચેય લોકસભા અનેવિધાનસભા બેઠકો પર કુલ ૫૪.૫ લાખ વોટર છે. જેમાં ૨૭.૨ લાખ પુરુષો અને ૨૭.૩ લાખ મહિલા મતદાતાઓ છે. આમાથી કુલ ૩૬.૫ લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રામનગર બેઠક પર મુખ્યપ્રધાન કુમારસ્વામીના પત્ની અનીતા જેડીએસ તરફથી અને બી. એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાઈ રાઘવેન્દ્ર શિવમોગા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ગત ચૂંટણીમાં ત્રણેય બેઠકોમાંથીબે ભાજપ અને એક બેઠક જેડીએસ પાસે હતી.ઙ્ગશિમોગા લોકસભા બેઠક પર ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના પુત્રો વચ્ચે મુકાબલો છે. શિમોગા લોકસભા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ શિકારીપુરાથી વિધાનસભા ચૂંટણી લડવારાજીનામું આપ્યા બાદથી ખાલી હતી. આ બેઠક પર યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. તો જેડીએસ દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એ.બંગારપ્પાના પુત્ર મધુ બંગારપ્પાને ઉતારવામાં આવ્યા હતા. બિહારમાં ભાજપના સાથીપક્ષ જેડીયુએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે. એચ. પટેલના પુત્ર મહિમા પટેલને ઉમેદવાર બનાવ્યા હતા.

શિમોગા બેઠક ભાજપનો ગઢમાનવામાં આવે છે. પરંતુ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને જેડીએસનો સંયુકતવોટ શેયર ભાજપ કરતા વધારે હતો. તેવામાં આ બેઠકને બચાવવી ભાજપ માટે એક મોટો પડકાર હતો. તો બેલ્લારી ભાજપનો બીજો ગઢ છે. બેલ્લારીથી ભાજપના નેતા શ્રીરામુલુના બહેનશાંતા ઉમેદવાર છે. આ બેઠક આદિવાસી જનજાતિ માટે અનામત છે. ચાર બેઠકો રાજીનામાને કારણે એક બેઠક ધારાસભ્યના નિધનને કારણે ખાલી થઈ હતી.

કર્ણાટકમાં પેટાચૂંટણીવાળી પાંચમાંથી ચાર બેઠકો રાજીનામાને કારણે એક બેઠક ધારાસભ્યના નિધનનેકારણે ખાલી થઈ હતી. શિવમોગા બેઠક બી. એસ. યેદિયુરપ્પા, બેલ્લારી બેઠક શ્રીરામુલુ અને માંડ્યા બેઠક સી. એસ. પુટ્ટારાજૂના રાજીનામા બાદ ખાલી થઈ હતી. જયારે રામનગર બેઠક પરથી મુખ્યપ્રધાન કુમારસ્વામીએ રાજીનામું આપ્યું હતું. જામખંડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ન્યામગૌડાનું નિધન થવાથી આ બેઠક ખાલી થઈ હતી. ત્રણ લોકસભા અને બેવિધાનસભા બેઠકો પર શનિવારે મતદાન થયું હતું. શિવમોગામાં ૬૧.૦૫ ટકા, બેલ્લારીમાં ૬૩,૬૫ ટકા અને માંડ્યામાં ૫૩.૯૩ ટકા વોટિંગ થયું હતું. જયારે રામનગર વિધાનસભાબેઠક પર ૭૩.૭૧ ટકા અને જામખંડી વિધાનસભા બેઠક પર ૮૧.૫૮ ટકા મતદાન થયું હતું.(૨૧.૨૦)

ભાજપનો પેટાચૂંટણીમાં ૧૦મો પરાજય સંખ્યાબળ ૨૮૨થી ઘટીને ૨૭૨ થયું

નવી દિલ્હી : કર્ણાટકમાં ૩ લોકસભા અને ર વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપને ફટકોઃ ૨૦૧૪માં મોદી સરકારની રચના બાદ પક્ષને સતત પેટા ચૂંટણીમાં પરાજય સહન કરવો પડયો છેઃ કર્ણાટકમાં બે બેઠક કબ્જામાં હતીઃ ૨૦૧૪ બાદ ૩૦ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી થઇઃ ભાજપ સતત હારતું ગયું છેઃ ૨૦૧૪માં ૨૮૨ બેઠકો હતી હવે ૨૭૨ થઇ ગઇઃ ૩૦ની ચંૂટણીમાં ૧૬ કબ્જામાં હતી તેમાંથી ભાજપ છ જ બચાવી શકયોઃ ૧૦ બેઠકો ગુમાવી.

(3:12 pm IST)