Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ટીચર અમને ગંદી નજરથી જુએ છે અને અશ્લીલ સવાલો પૂછે છે

દિલ્હીના સ્કુલ ટીચર વિરુધ્ધ ૪૩ સ્ટુડન્ટ્સનો આક્ષેપ

નવી દિલ્હી તા. ૬ :.. દિવળીની એક સરકારી સ્કુલની અગીયારમાં અને બારમા ધોરણમાં ભણતી ૪૩ સ્ટુડન્ટ્સે પ્રિન્સીપાલને પત્ર લખીને તેમના શિક્ષક પર અશ્લીલતાનો આરોપ મુકયો છે.

હિન્દમાં લખેલા આ પત્રમાં લખ્યું છે કે, 'ટીચર અમને ગંદી નજરથી જુએ છે અને અનેક વાર એવા અશ્લીલ સવાલો પુછે છે જેનો જવાબ અમારી પાસે નથી હોતો. જો અમે તેમના સવાલોનો વિરોધ કરીએ તો તેઓ કહે છે કે તેઓ અમારી બુધ્ધિ ચકાસી રહ્યા છે. તેમણે આ પ્રકારના સવાલો પુછીને અમારા જ્ઞાનની ચકાસણી ન કરવી જોઇએ. અમને એવા ટીચર નથી જોઇતા જે આ પ્રકારના સવાલો પૂછીને અમારા જ્ઞાનની ચકાસણી કરે. આ બાબત જાહેર કરવી આવશ્યક હતી જેથી અમારા જૂનીયર સાથીઓએ આવી પરેશાનીનો સામનો ન કરવો પડે.'

પ્રિન્સીપાલે આખી ઘટનાની તપાસ કરીને શિક્ષણ-વિભાગને મોકલેલા રીપોર્ટમાં ટીચરને દોષી ન માનવતા ઉપરાંત આ કેસ જાતીય સતામણીનો ન હોવાનું જણાવ્યું હતું. પત્ર લખનારી સ્ટુડન્ટ્સે કહયું છે કે જો આ મામલાને દબાવવમાં આવશે અને કોઇ કાર્યવાહી નહીં કરાય તો અમે કલાસમાં હાજરી નહી આપીએ.

શિક્ષણ-વિભાગ જાતીય શોષણ અને સ્ટુડન્ટસની સુરક્ષા વિશે જાગૃતિ લાવવા માટે સતત વર્કશોપ્સ અને સેમિનાર યોજી રહ્યો છે એવા સમયે આ ઘટના પ્રકાશમાં આવી છે.

(11:25 am IST)