Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ધનતેરસના દિવસે ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ અને કેદારનાથના દર્શને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી

ધનતેરસની પૂજા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઉત્તરાખંડ પહોંચ્યા છે. સમગ્ર ભારતમાં આજે ધનતેરસનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ધનતેરસના દિવસે ધનનું પૂજન કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા મળતી રહે છે. મુકેશ અંબાણી સોમવારે સવારે 9 વાગ્યે ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથના દર્શન માટે પહોંચ્યા. લગભગ અડધો કલાક સુધી તેમણે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી.

બદ્રી-કેદારમાં કરી વિશેષ પૂજા

બદ્રીનાથમાં વિશેષ પૂજા કર્યા બાદ મુકેશ કેદારનાથ માટે રવાના થયા. અહીં કેદારનાથમાં પણ તેમણે પૂજા કરી. પહેલા મુકેશ અંબાણી મોટા દીકારા આકાશ અને પુત્રવધૂ શ્લોકા સાથે બદ્રીનાથના દર્શને આવ્યા હતા.

મે મહિનામાં સહપરિવાર આવ્યા હતા અહીં

અંબાણી પરિવારે મે મહિનામાં થનારી પુત્રવધૂ શ્લોકા સાથે બદ્રીનાથમાં 45 મિનિટ સુધી વિશેષ પૂજા કરી હતી. અંબાણી પરિવાર દર વર્ષે બદ્રીનાથ ધામમાં દર્શન કરવા આવે છે. માર્ચમાં શ્લોકા અને આકાશની સગાઈ થઈ હતી અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી પણ ખબરો છે.

ઈશા-પરિમલની સગાઈનું આમંત્રણ આપ્યું

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ આનંદ પિરામલ સાથે થઈ છે. અને 12 ડિસેમ્બરે ઈશા અને આનંદના મુંબઈમાં લગ્ન છે. માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ ઈશાના લગ્નનું આમંત્રણ બદ્રીનાથના ચરણોમાં મૂક્યું છે.

(8:35 am IST)