Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

ભૌતિક પ્રણાલીની સમજણમાં યોગદાન બદલ સન્માનિત : સુકુરો માનેબે અને કલાસ હસેલમેન એ ધરતીના જળવાયુનું ફિઝિકલ મોડલ તૈયાર કર્યું જેનાથી તેમાં ફેરફાર પર નજર રાખી શકાય

સ્વીડન, તા.૫ : આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

સુકુરો માનેબે અને કલાસ હસેલમેન એ ધરતીના જળવાયુનું ફિઝિકલ મોડલ તૈયાર કર્યું જેનાથી તેમાં થનાર ફેરફાર પર ચોકક્સતાથી નજર રાખી શકાય છે અને ગ્લોબલ વોર્મિંગનું અનુમાન લગાવી શકાય છે. તો જ્યોર્જિયો પેરિસિકે અણુઓથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થનાર ઝડપી ફેરફાર અને વિકારો વચ્ચેની ગતિવિધિ દેખાડી છે.

પાછલા વર્ષે સન્માનિત કરાયેલા રોજર પેનરોસ વીએસે જણાવ્યું હતું કે બ્લેક હોલ ફોર્મેશનથી જનરલ થિયરી ઓફ રિલેટિવિટીને પ્રિડિક્ટ કરી શકાય છે. તો  રિઈનહાર્ડ જેનઝેલ અને એન્ડ્રીયા જેઝે એ આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલા વિશાળ દ્રવ્યમાન  (સુપરમેસિવ) ના કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી હતી. આ પહેલા સોમવારે મેડિસિનમાં ૨૦૨૧ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર અમેરિકાના વૈજ્ઞાનિકો ડેવિડ જૂલિયસ અને આર્ડન પાતાપુતિયનને સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો હતો. આ બંનેને પુરસ્કાર તાપમાન અને સ્પર્સ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમૈને આ વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.

(12:00 am IST)