Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

આજે આઠમઃ માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય

નવી દિલ્હી: નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. શાસ્ત્રોમાં અષ્ટમી પૂજનને વિશેષ મહત્વ અપાયું છે. શાસ્ત્રો મુજબ નવરાત્ર અષ્ટમી પર મહાગૌરીની પૂજાન અર્ચનાનું વિધાન છે. તેમની ઉપાસનાથી ભક્તોના તમામ કલેશ દૂર થાય છે અને પાપ પણ ધોવાઈ જાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. માતા મહાગૌરીના વસ્ત્ર અને આભૂષણ સફેદ છે. તેમની ચાર ભૂજા છે. મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ હોય છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં વર મુદ્રા છે.

માતા મહાગૌરીની પૂજા કરવાથી ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુ:તેમની પાસે આવતા નથી. તેઓ તમામ પ્રકારે પવિત્ર અને અક્ષય પુષ્યોના અધિકારી બને છે. દેવી ગૌરી શંકરની પત્ની છે. તેઓ શિવા અને શામ્ભવીના નામથી પૂજાય છે. શબ્દ મહાગૌરી બે શબ્દોથી બનેલો છે. મહા અને ગૌરી, મહાનો અર્થ મહાન અને ગૌરીનો અર્થ દેવી ગૌર અર્થાત માતા ગૌરી.

પૂજા વિધિ

સૌથી પહેલા એક ચોકી સ્થાપિત કરો. તેના પર માતા મહાગૌરીની તસવીર રાખો. ત્યારબાદ ગંગાજળથી પૂજા ઘરનું શુદ્ધિકરણ કરો. ચોકી પર કલશ સ્થાપિત કરો અને તેમાં નારિયળ રાખો. ચોકી પર શ્રીગણેશ, સપ્ત ધૃત માતૃકા, નવગ્રહની સ્થાપના કરો અને વ્રત પૂજનનો સંકલ્પ લો. માતા મહાગૌરીની સપ્તશતી મંત્રોની પૂજા કરો. માતાને સુગંધિત પુષ્પ, સુગંધિત દ્રવ્ય, ધૂપ દીપ, ફળ પાન દક્ષિણા અર્પિત કરી આરતી કરો અને પૂજન સંપન્ન થયા બાદ માતાનો પ્રસાદ વિતરણ કરો.

મહાગૌરી ઉપાસના મંત્ર

या देवी सर्वभू‍तेषु महागौरी रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

सर्वमंगल मंग्ल्ये, शिवे सर्वार्थ साधिके।

शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते”।।

ધ્યાન મંત્ર

पूर्णन्दु निभां गौरी सोमचक्रस्थितां अष्टमं महागौरी त्रिनेत्राम्।

वराभीतिकरां त्रिशूल डमरूधरां महागौरी भजेम्॥

(11:21 am IST)