Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

મારૂં ભારત ખોટા રસ્‍તા પર છે : ૪૯ સેલિબ્રિટીઝ પર રાજદ્રોહના કેસને લઇ કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલની ટિપ્‍પ્‍ણી

        કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલએ મોબ લિચિંગની ઘટનાઓને લઇ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને પત્ર લખનારા ૪૯ સેલિબ્રિટીજ પર રાજદ્રોહનો કેસ દાખલ થવા પર કહ્યું છે કે મારો દેશ ખોટા રસ્‍તા પર છે. એમણે કહ્યું વાસ્‍તવમાં કયા લોકો પર રાજદ્રોહનો કેસ દાખલલ થવો જોઇએ ? સેવા નિવૃત નોકરશાહો પર નહી જે રાજનૈતિક હિતો માટે કામ કરે છે ?

(12:00 am IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST