Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

''ઓનમ સંધ્યા'': યુ.એસ.માં મલયાલી એશોશિએશન ઓફ સાઉધર્ન કનેકટીકટ''ના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પરંપરાગત નૃત્યો, ડાન્સ, તથા ''જટાયુ મોક્ષમ'' નૃત્ય નાટિકાથી ૪૦૦ ઉપરાંત ઉપસ્થિતો મંત્રમુગ્ધ

કનેકટીકટઃ તાજેતરમાં યુ.એસ.ના કનેકટીકટમાં રર સપ્ટેં.૨૦૧૯ના રોજ મલયાલી એશોશિએશન ઓફ સાઉધર્ન કનેકટીકટના ઉપક્રમે ''ઓનમ સંધ્યા'' ઉત્સવ ઉજવાઇ ગયો.

પરંપરાગત નૃત્ય,સંગીત,તથા નાટક સાથે ઉમંગભેર કરાયેલી ઉજવણીમાં કેરાલાના વતની તેવા ઇન્ડિયન અમેરિકન હિન્દુ,મુસ્લિમ,તેમજ ખ્રિસ્તી નાગરિકોએ સતત ૩ કલાકનો આનંદ માણ્યો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી. તથા રંગબેરંગી વસ્ત્રોમાં સજજ કેરાલીઅન મહિલાઓએ રજુ કરેલા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ડાન્સ તથા નૃત્યોથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સાથોસાથ 'જટાયુ મોકસમ' નામક નૃત્યુ નાટિકા પણ દર્શાવાઇ હતી. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(10:24 pm IST)
  • જૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST

  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST

  • દિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ? ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST