Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કાળાનાણાં પર આઇટી મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં:1 લાખ જેટલાં બેન્ક ખાતાં પર ત્રાટકશે

 

નવી દિલ્હીઃ કાળાનાણાં પર ઇન્કમટેક્સ વિભાગ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઇન્કમટેક્સ વિભાગ લગભગ એક લાખ જેટલાં બેન્ક ખાતાં પર ત્રાટકશે તેમ જાણવા મળ્યું છે. ખાસ કરીને જેમણે નોટબંધી દરમિયાન બેન્ક ખાતાંમાં જંગી રકમ જમા કરાવી હતી તેમના પર હવે ઇન્કમટેક્સ મોટા પાયે ત્રાટકશે.

 આ બાબતમાં ઇન્કમટેક્સે અગાઉ આવા ખાતેદારોને નોટિસ પણ બજાવી હતી, પરંતુ ખાતેદારો તરફથી હજુ સુધી આ નોટિસના કોઇ જવાબ નહીં મળ્યા હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરનાર છે.

  સૂત્રોનાં જણાવ્યાં અનુસાર લગભગ ત્રણ લાખ લોકોને નોટિસ બજાવાઇ હતી, પરંતુ માત્ર બે લાખ લોકોએ જ નોટિસના જવાબ આપ્યા હતા. એક લાખ લોકોએ નોટિસના જવાબ આપ્યા નથી તેમજ આઇટી રિટર્ન પણ ભર્યા નથી તેથી આવા એક લાખ લોકો સામે ઇન્કમટેક્સ વિભાગ કડક કાર્યવાહી હાથ ધરશે. ઇન્કમટેક્સ વિભાગ આવા ખાતેદારોની આવકની આકારણી કરશે.

(12:28 am IST)