Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ભારત-નેપાળ બોર્ડર નજીક દક્ષિણ વિસ્‍તારમાં આવેલ ટાઇગર પેલેસ રિસોર્ટની ૧ વર્ષમાં ૧ લાખ લોકોઅે મુલાકાત લીધી

છેલ્લાં કેટલાક સમયથી ટાઇગર પેલેસ રીસોર્ટ ચર્ચામાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશથી આવતા યાત્રિકો માટે તેનો ક્રેઝ વધતો જાય છે. ભારત અને નેપાલ બોર્ડર નજીક દક્ષિણ વિસ્તારમાં 12 કિમી દૂર આવેલો છે. 2017માં ગત વર્ષે રીસોર્ટ પ્રજા માટે ખુલ્લો મૂકાયો હતો. એક વર્ષમાં ઉત્તર પ્રદેશના લાખો લોકોએ પેલેસની મુલાકાત લઇ લીધી છે અને હજુ પણ યાત્રિકોનો ઘસારો ચાલું છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન

એક એન્ટરટેઇમેન્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં એક વખત આવ્યા બાદ કોઇ પરત જવા માગતું નથી. એક વર્ષમાં અહીં એક લાખ લોકોએ મુલાકાત લીધી છે. ટાઇગર પેલેસ રીસોર્ટમાં ગેમિંગથી લઇને ડાઈનિંગ, લગ્ન અને મનોરંજન માટે અનેક સુવિધાઓ છે. અહીં કેસિનોમાં 52 ગેમિંગ ટેબલ છે, 200 ઈલેક્ટ્રોનિક્સ ગેમ મશીન છે, ઉપરાંત તીન પતી જેવી ગેમ્સ પણ રીસોર્ટમાં છે.

ન્યૂ યર અને ક્રિસમસ માટે બુકિંગ ફૂલ

વર્ષે સપ્ટેમ્બરમાં ટાઇગર પેલેસ રીસોર્ટ પોતાની એક વર્ષની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છે. હવે ન્યુ યર અને ક્રિસમસ માટે પેલેસ સંપૂર્ણ રીતે બુક છે. ખૂબ તેજીથી લોકોમાં પેલેસ લોકપ્રિય થઇ રહ્યો છે. થાઇલેન્ડ, મકાઉ, સિંગાપુર અને મલેશિયા જેવા ડેસ્ટિનેશનને પણ ટક્કર મારી રહ્યો છે રીસોર્ટ. માત્ર નેપાળ અને ભારત નહીં અન્ય દેશાના પ્રવાસીઓને પણ રીસોર્ટ આકર્ષી રહ્યો છે.

રામ્રો ચોક

રીસોર્ટમાં નાસ્તા માટેનું સૌથી શ્રેષ્ઠ પ્લેસ રામ્રો ચોક છે. રીસોર્ટમાં આવતા દરેક લોકો ચોકની અચૂક મૂલાકાત લે છે, ખાસ કરીને સવારથી અહીં ફરવા આવતા લોકો સ્થળે થોડી વાર માટે વિસામો લે છે.

તેરાઇ રેસ્ટોરાં

બપોરનું ભોજન હોય કે રાતનું તેરાઇ રેસ્ટોરાંમાં નેપાળી સ્વાદથી લઇને એશિયાના મોટા દેશના વ્યજનો પ્રાપ્ય છે. સાથે ભારતીય વાનગીઓ તો ખરી . ખાસ કરીને નેપાળની વાનગીઓનો ટેસ્ટ રેસ્ટોરાંમાંથી અચૂક કરવો જોઇએ.

જેકપોટ

ગેમ રમવા માટે સૌથી રીસોર્ટનું સૌથઈ બેસ્ટ સ્થળ જેકપોટ છે. જેકપોટ એરિયાનું નામ છે જ્યાં મોટા ભાગની ગેમ્સ રમી શકાય છે. મોટા કેસિનો ટેબલ પર અનેક પ્રવાસીઓ દાવ રમે છે.

(5:33 pm IST)