Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

૭મું પગાર પંચ : આવતા મહિને બેઝિક પે અને ફિટમેન્ટ ફેકટર વૃધ્ધિની જાહેરાત

૧.૧ કરોડ કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે : બેઝિક પે થશે ૨૬૦૦૦ : ચૂંટણીના દિવસોમાં સરકાર કર્મચારી વર્ગને નારાજ કરવા નથી માંગતી

નવી દિલ્હી તા. ૬ : દેશના ૪ રાજયોમાં વિધાનસભા ચૂટણીની તારીખો જાહેર થયા પહેલા ૧.૧ કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની માંગ ફિટમેન્ટ ફેકટરમાં વધારો કરવાની છે. જેનાથી તેમનો બેઝિક પગાર ૨૬૦૦૦ રૂપિયા થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે કેન્દ્ર સરકારી કર્મચારીઓને ખુશ કરવા માંગે છે. કેન્દ્ર વહેલી તકે આ અંગે આદેશ કરી શકે છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રેદેશમાં નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણીને યોજાવાની સંભાવના છે, જયારે તેલગાણામાં પણ ચૂંટણી આ સમયે જ યોજાય તેવી શકયાતાઓ છે. 

એક અધિકારીએ દાવો કર્યો છે, કે સરકારી કર્મચારીઓની માંગ અજાણ નથી. અને તે તેના પર વિચારણાં પણ કરી રહ્યા છે. અંદરખાને પગાર વઘારાને લઇને સરકાર મંથન કરી રહી છે. પરંતુ ઘોષણા કર્યા પહેલા દરેક પાસાઓ પર વિચારણા કરવામાં આવશે. અધિકારીએ પણ દાવો કર્યો કે, કર્મચારીઓના ૭માં પગારપંચના વેતન આયોગને ધ્યાને લઇને સોથી પહેલા વિચારણા કરવામાં આવશે. આ અંગે કોઇ પણ પ્રકારની જાહેરાત પહેલા એકથી બે મહિના સુધીનો સમય લાગી શકે છે. પરંતુ માર્ચ ૨૦૧૮માં  નાણા રાજય મંત્રી પી રાધાકૃષ્ણને આવી કોઇ પણ સંભાવનાઓની ચર્ચાઓ અંગે ના પાડી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ પણ વેતન વૃદ્ઘિ તબક્કાવાર કરવામાં આવવી જોઇએ. સાથે જ ઓછા વેતન વાળા કર્મચારીઓના પગારમાં વધારો થવો જોઇએ. સાતમાં પગાર પંચમાં ભલામણો મુજબ, ઓછામાં ઓછા વેતન ૧૮૦૦૦ રૂપિયા સુધી નક્કી કરવામાં આવવી જોઇએ. જયારે કેન્દ્રીય કર્મચારીઓના ૮૦૦૦ રૂપિયાથી વધારીને ૨૬૦૦૦ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. જયારે ફિટમેન્ટ ફેકટરમાં પણ ૨.૫૭ ગણા વધારથી ૩.૬૮ ગણો વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય કર્મચારીઓના મનમાં એક સવાલ ઉભો થયો છે, કે દિવાળી સુધીમાં ૭માં સાતમાં પગાર પંચને લાગુ કરવાની જાહેરાત નહિ થાય તો કયારે કરવામાં આવશે. ત્યાર બાદ જો બીજો સૌથી સારો મૌકો હોય તો તે ૨૬ જાન્યુઆરી છે. સરકાર આ દિવસે બીજી અનેક મોટી જાહેરાત કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે, કે આ દિવસે કર્મચારીઓને પણ ખુશ ખબરી મળી શકે.(૨૧.૩૦)

 

(3:53 pm IST)