Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નિધન:ભાજપના ટોચના નેતાઓ એમ્સ પહોંચ્યા

સુષમાજી હૃદયરોગનો હુમલો આવતાં તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

નવી દિલ્હીઃ ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા. પ્ તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલ લઈ જવાયા હતા. 

સુષમા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ ભારતનાં બીજા મહિલા નેતા હતા. 26 મે, 2014થી 30 મે, 2019 સુધી તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી પદે રહ્યા હતા. તેઓ સાંસદ તરીકે 7 વખત ચૂંટાયાં હતાં અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. 

વર્ષ 1977માં માત્ર 25 વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવાન મંત્રી બન્યાં હતાં. તેઓ 13 ઓક્ટોબર, 1998થી 3 ડિસેમ્બર, 1998 સુધી દિલ્હીના 5મા મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં. 

ડોક્ટરોની એક ટીમ તેમના પર સતત દેખરેખ રાખી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ અત્યારે હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. 

(11:42 pm IST)