Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આર્ટિકલ 370 પર મોદી સરકારનાં નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારાયો

વકીલ મનોહરલાલ શર્માએ અરજી કરી રાષ્ટ્રપતિના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો

 

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવા માટે બંધારણની કલમ-370 પર રાષ્ટ્રપતિના આદેશની બંધાણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. વકીલ મનોહરલાલ શર્માએ મામલે અરજી કરી છે.

શર્માએ રાષ્ટ્રપતિના આદેશને ગેરબંધારણીય ગણાવતા દાવો કર્યો છે કે આદેશને રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર પાસ કરવામાં આવ્યો છે. શર્માએ પોતાની અરજીનો ઉલ્લેખ કરીને તાત્કાલી સુનાવણી માટે સુચ્ચીબદ્ધ કરવા અપીલ કરી શકે છે.

અરજીમાં કલમ-370ને હટાવવાના રાષ્ટ્રપતિના આદેશના નોટિફિકેશનને બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ ગણાવી છે. તેમજ કહ્યું છે કે સરકાર દ્વારા કરવામાં આવ્યો સુધારો ગેરબંધારણીય છે. કેન્દ્ર સરકારે સોમવારે જમ્મૂ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનાં સંવિધાનના આર્ટિકલ 370ના અમુક પ્રાવધાનોને રદ્દ કરી દીધા હતા. અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

(10:08 pm IST)