Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમે હુર્રિયત સાથે ચર્ચા કરવા માંગતા નથી:ઘાટીનાં લોકોને કોઈ શંકા હોય તો અમે તેમને છાતીએ લગાવીને ચર્ચા કરીશું

આંધ્રનું વિભાજન વિધાનસભામાં ચર્ચા કર્યા વગર થયુ, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યુ, જો તમે કર્યુ તો અમને કેમ ટોકી રહ્યા છો?

નવી દિલ્હી : રાજ્યસભામાં પાસ થયા બાદ મંગળવારે લોકસભામાં પણ જમ્મૂ-કાશ્મીર પુન:ગઠન બિલ પાસ થઈ ગયુ હતુ. હવે બિલ ઉપર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે.

  લોકસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યુકે, આ રસ્તે ચાલીને કોંગ્રેસે 2 વાર 370ની અંદર સંશોધન કર્યુ છે. શું તે સમયે તે રસ્તો યોગ્ય ન હતો. રસ્તો તો ઠીક છે, પરંતુ તે તમારી વોટ બેંકને આડે આવે છે. એટલા માટે યોગ્ય લાગતુ નથી.

  શાહે સુપ્રિયા સુલેનાં સવાલનો જવાબ આપતા કહ્યુકે, ત્યાં 1989-95 સુધી આતંકવાદ એટલો વધી ગયો કે, વર્ષો સુધી કર્ફ્યુ રાખવો પડ્યો હતો. અમે સ્થિતી ન બગડે તેના માટે પહેલાં જ પગલાં ભર્યા છે. સરકાર પહેલાંથી જ તૈયાર છે. અને તેને રોકી શકાય છે. અમે ત્યાંથી સુરક્ષાબળોને હટાવીશું નહી અને કોઈનાં દબાણમાં પણ આવવાનાં નથી. શાહે કહ્યુકે, 70 વર્ષથી ચર્ચા ચાલી રહી છે અને ત્રણ પેઢીઓ આવીને ગઈ, જેઓ પાકિસ્તાન પાસેથી પ્રેરણે લે છે. તેમની સાથે ચર્ચા કરે છે. અમે હુર્રિયત સાથે ચર્ચા કરવા માંગતા નથી. જો ઘાટીનાં લોકોમાં કોઈ શંકા છે તો અમે તેમને છાતીએ લગાવીને ચર્ચા કરીશું.

  ગૃહમંત્રીએ કહ્યુકે, જમ્મૂ-કાશ્મીરે દર્દ સહન કર્યુ છે અને 40 હજારથી વધારે લોકો માર્યા ગયા છે. તેમના વિકાસ માટે જે પણ કરવું પડે તે અમે કરીને બતાવીશું. મોદીજીનું હ્દય મોટું છે. શાહે કહ્યુકે, ઈતિહાસમાં જે ભૂલ થઈ છે અમે તેને ફરી થવા દઈશું નહી. બેરોજગારી દરેક રાજ્યની સમસ્યા છે પરતું ત્યાં તો આતંકવાદ નથી. ધારા 370થી ઘાટીમાં અલગાવવાદ વધ્યો જેની ઉપર પાકિસ્તાને પેટ્રોલ નાંખવાનું કામ કર્યુ છે. આંધ્રનું વિભાજન વિધાનસભામાં ચર્ચા કર્યા વગર થયુ, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યુ, તો તમે કંઈ ચર્ચા કરીને નિર્ણય લીધો? અને જો તમે કર્યુ તો અમને કેમ ટોકી રહ્યા છો. માર્શલોએ સાંસદોને બહાર ફેંક્યા, કાળો દિવસ આજે નથી, તે દિવસે કાળો દિવસ હતો.

(7:38 pm IST)