Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઇ-કંપનીઓએ ગ્રાહકોને ૧૪ દિવસમાં રિફંડ આપવું પડશે

સરકાર દ્વારા કંપનીઓ માટે ગાઇડ લાઇન્સનો મુદ્દો જારી કરીને અભિપ્રાય મંગાવાયા

નવી દિલ્હી તા ૬  :  સરકારે ગ્રાહકોને ઇ-કોમર્સ કંપનીઓની ફ્રોડ અને મનમાનીથી બચાવવા તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ઇ-કોમર્સ કંપનીઓ માટે ગાઇડલાઇન્સનો મુસદ્દો જારી કર્યો છે. સરકારે આ ગાઇડલાઇન્સનો મુસદ્દો જારી કરીને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં તમામ સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાય મંગાવ્યા છે.

તમામ પક્ષકારોના અભિપ્રાય મળ્યા બાદ ઓકટોબરમાં ઇ-કોમર્સની ગાઇડલાઇન્સ અંગે ફાઇનલ નોટીફીકેશન જારી કરવામાં આવશે. આ ગાઇડલાઇન્સમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, કંપનીએ  ફરિયાદ અધિકારીની નિમણુંક કરવી પડશે. એક મહિનાની અંદર ગ્રાહકોની ફરીયાદનો ઉકેલ લાવવો પડશે અને ગ્રાહકો દ્વારા રિફંડ માટે અરજી કરાય તો ૧૪ દિવસમાં તેને રિફંડ આપી દેવું પડશે. કંપનીઓ પ્રોડકટસના ભાવ જાતે નક્કી કરી શકશે નહીં. કંપનીઓ પ્રોડકટના ફેક રિવ્યુ આપી શકશે નહીં. કિંમતમાં ચેડા કે સસ્તા દરે પ્રોડકટ વેચી શકશે નહીં. પ્રોડકટને સેવા પર આપેલી ગેરંટી અને કવોલિટીમાં કંપનીઓ હાથ ઊંચા કરી શકશે નહીં ફરિયાદ અધિકારી અને તેમનો નંબર વેબસાઇટ પર જાહેર કરવો પડશે.

(4:06 pm IST)