Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કોંગ્રેસ માટે ૧૪ મહિના સુધી ગુલામની જેમ કામ કર્યુઃ દોષનું ઠીકરું મારી પર ફોડી રહ્યા છે- કુમારસ્વામી

બેંગલુરુ,તા.૬: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ માટે ૧૪ મહિનાઓ સુધી ગુલામ તરીકે કામ કર્યું છે. તમામ ધારાસભ્યો અને નિગમના અધ્યક્ષોને પણ તમામ છૂટછાટ આપી હતી. ખબર નથી કે તેઓ મને દોષ કેમ આપી રહ્યાં છે ? વિશ્વાસ મતન મેળવી શકવાના કારણે ૧૪ મહિના જુના કોંગ્રેસ-જેડીએસ સરકાર ૨૩ જુલાઈએ પડી ગઈ હતી. ત્યારબાદ ભાજપ નેતા યેદિયુરપ્પાએ ૨૬ જુલાઈના રોજ કર્ણાટકના ૨૫ માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જેડીએસ નેતાએ કહ્યું કે, દ્યણા કોંગી નેતા ગઠબંધન સરકાર બનાવવાના પક્ષમાંન હતા. ચૂંટણીમાં બહુમતી ન મળતા કોંગ્રેસ ઈમાનદારીથી જેડીએસ સાથે જોડાવા માગતી હતી અને તેઓ સરકાર બનાવવા માગતા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે , દ્યણા નેતાઓને આ જોડાણમાં રસ ન હતો.

કુમારસ્વામીએ કહ્યું કે , સરકારની રચનાના પહેલા દિવસથી જ કોંગ્રેસ નેતાઓના એક વર્ગે જનતા સાથે કેવો વ્યવહાર કર્યો છે, તે જગજાહેર છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ કહ્યું કે , તેમની સરકારે જેડીએસની તુલનામાં કોંગ્રેસ ધારાસભ્યોના મત વિસ્તારો માટે મોટી રકમ ફાળવી હતી.

કુમારસ્વામીએ કહ્યું કે , જયારે કોઈ ધારાસભ્ય અપોઈન્ટમેન્ટ વિના આવતા હતા , તો પણ હું તેમને મળતો હતો. તેમના મત વિસ્તારોના વિકાસ માટે તેમની પાસે જે પણ અપીલ આવી તેની પર મેં તાત્કાલિક નિર્ણય કર્યો. મેં ૧૪ મહિનાઓ જેટલું કામ કર્યું છે , કોંગ્રેસ સરકારે કંઈ જ નથી કર્યું. મેં કોંગ્રેસસ ધારાસભ્યોના મત વિસ્તારોમાં ૧૪ મહિનાઓમાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધારની ફાળવણી કરી હતી.

(3:56 pm IST)