Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

JNUમાં અડધી રાત્રે લાગ્યા ૩૭૦ પરત લાવવવાના નારાઃ સૈન્ય વિશે અપશબ્દો વપરાયા

જેએનયુમાં ઉઠયા વિરોધના સુરઃ અંધારામાં નારેબાજુ થઇ

નવી દિલ્હી, તા.૬: જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેશ રાજય દરજજો પરત લેવાયા બાદ અને કલમ ૩૭૦ સમાપ્ત થયા બાદ ગઇ કાલે રાત્રે દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયમાં ફરી એકવાર બગાવતના સુર જોવા મળ્યા હતા. ગઇકાલે રાત્રે આઝાદી-આઝાદીના નારાની ગુંજ સંભળાઇ હતી. કેટલાક લોકોએ અંધારામાં જોરદાર નારા લગાવ્યા હતાં અને કલમ ૩૭૦ને પરત લાવવા માંગણી કરી હતી.

જેએનયુથી કથિત ક્રાંતિનો ઝંડો બુલંદ કરનારા લોકોની ભાષા ઘણી વાંધાજનક હતી. તેમણે સૈન્ય અંગે પણ અપશબ્દો વાપર્યા હતા.

હદ તો ત્યારે થઇ કે જયારે જેએનયુમાં -બાલ સીલામનો નારો બુલંદ કરનારા કેટલાક લોકોએ ખુદને હિન્દુસ્તાની ગણવાનો ઇન્કાર કર્યો હતો. જેએનયુમાં અડધી રાત્રે અંધારામાં છાત્રો મીડિયાના કેમેરાથી ભાગતા હતા.

આ પહેલા જેએનયુ ચર્ચામાં ત્યારે આવ્યું કે જયારે છાત્ર સંઘના અધ્યક્ષ કનૈયા કુમાર સહિત અન્ય છાત્રો ઉપર ભડકાઉ ભાષાણ કરવાનો આરોપ મૂકાયો હતો.

(3:49 pm IST)