Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

લોકસભામાં અમિત શાહે રજૂ કર્યુ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ : અધીર રંજન-અમિત શાહ વચ્ચે વાક્યુદ્ધ

''અમે કયા નિયમોનો ભંગ કર્યો છે'' અમને જણાવો : શાહ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ-૩૭૦ ને ખતમ કરવાનો સંકલ્પ રાજયસભામાં પાસ થઇ ગયા બાદ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું : અમિતશાહે લોકસભામાં બિલ રજૂ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર માટે કંઇ પણ કરવા માટે અમને કોઇ રોકી શકશે નહીં : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દરેક નિયમોનું ઉલ્લંધન કરીને રાતોરાત કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી નાખવામાં આવ્યો : અમિત શાહ અને અધીર રંજન વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલુ રહ્યું.

(1:30 pm IST)