Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણંય રાજકીય પ્રેરિત :સરકાર રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવા માંગે છે ;યશવંતસિંહાનો તર્ક

ભારત સરકારનાં આ પગલાથી જમ્મુ-કાશ્મીરનાં લોકો ભારતથી વધુ દૂર જશે

નવી દિલ્હી :ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષાધિકારોની કલમ 370  હટાવવા પાછળ સરકારનો ઈરાદો રાજકીય પ્રેરિત છે અને મોદી સરકાર રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવા માંગે છે અને હજુ વધુ લોકસભા બેઠકો જીવતા માગે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી જબરદસ્ત બહુમતિ સાથે ચૂંટાઇને આવ્યા હતા.
   યશવંત સિન્હાએ કહ્યું કે, ભારત સરકારનાં આ પગલાથી જમ્મુ-કાશ્મીરનાં લોકો ભારતથી વધુ દૂર જશે. જો કે, ભાજપને મતનાં રાજકારણમાં રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવામાં આ પગલું મદદરૂપ થશે,
  સિન્હાએ વધુમાં જણાવ્યું કે, દેશમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણીઓ આવી રહી છે અને તે આ રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં એક લાગણીને વેવ ઉભો થયો હતો અને એ પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીને 567 બેઠકોમાંથી 426 બેઠકો જીતવામાં મદદરૂપ થયો હતો.
  ગૃહમંત્રી અમિતભાઈ  શાહે રાજ્યસભામાં આર્કિટલ370 હટાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને  બહુમતિથી પાસ થયો હતો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બનશે. લદ્દાખ  કેન્દ્રશાસિત પ્રદેશ બનશે પણ લદ્દાખમાં વિધાનસભા નહીં હોય

(1:03 pm IST)