Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તો એ પંડિત નહેરુ જ કારણભુત : મનીષ તિવારી

બંધારણ સભાની મંજૂરી વગર આર્ટિકલ 370ને રદ ન કરી શકાય જે આજે હયાત છે

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, બંધારણ સભાની મંજૂરી વગર  આર્ટિકલ 370ને રદ ન કરી શકાય જે આજે હયાત છે. તિવારીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા-વિધાન પરિષદનો મતલબ આ સંસદ નથી

   તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ છે જે 1957માં લાગુ થયું હતું. શું હવે દેશના ભાગલા બાદ એ બંધારણને ફગાવવાના બિલને પણ સરકાર લઈને આવશે.

 તેઓએ કહ્યું કે સંઘીય માળખા ઉપર આનાથી મોટો આઘાત ન હોઈ શકે. સાથોસાથ આજે જો જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તો તેની પાછળ પંડિત નહેરુ જ કારણભૂત હતા.

(12:52 pm IST)