Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

બપોરે ૧૨-૪૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં મેઘરાજા ફરી ધૂંઆધાર બેટિંગ કરવા સાબદા, ૮મી આસપાસ બંગાળની ખાડીનું લો પ્રેસર મધ્યપ્રદેશ પહોચશે અને ૪૮ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના, ગુજરાતમાં ૮ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક ધુવાધાર વરસાદ પડવાની સંભાવના, કેટલાક સ્થળે ૧૬ થી ૨૦ ઇંચ વરસાદ પડે તો નવાઈ નહીં, તેવો વરતારો.. : ૩૭૦મી કલમ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં કોઈ હિંસાત્મક બનાવ નથી, કોઈ તોફાન નથી, સંપૂર્ણ સામાન્ય સ્થિતિ અને શાંતિ પ્રવર્તે છે, અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીરના પોલીસવડા દિલબાગ સિંઘની જાહેરાત : રામ જન્મભૂમિ અને મંદિર ઉપર સદીઓથી અમારો માલિકી હક છે, નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો, અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં રોજેરોજની સુનાવણી શરૂ, સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવા માટેની ગોવિંદાચાર્યની અરજી ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ ફગાવી દીધી : કલમ 370 મામલે રાહુલ સોનિયા કે પ્રિયંકા કશું જ બોલ્યા નથી, કોંગ્રેસે ફરીથી સૈન્યની સર્જીકલ સ્ટ્રાઈક જેવી ભૂલ કરી, કોંગ્રેસમાં તડા, કેટલાક મોદી સરકારના નિર્ણયની તરફેણમાં

(12:42 pm IST)