Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભારતમાં રાજયો કેટલા અને હવે કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા? રસપ્રદ વિગતો

નવી દિલ્હી : થોડા સમય પહેલા જ તેલંગણા નવુ રાજય બન્યુ હતું અને ભારતના કુલ રાજયોની સંખ્યા ૨૯ હતી. જો કે હવે સોમવારે રાજયસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ-૨૦૧૯ પસાર થવાની સાથે જ ભારતનો નકશો ફરી એક વખત બદલાઈ ગયો છે. જમ્મુ કાશ્મીર હવે એક રાજય નહિં પરંતુ સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. તેની સાથે જ લદાખને પણ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે.

આથી હવે ભારતમાં કુલ ૨૮ રાજય થયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા ૯ થઈ ગઈ છે.

જમ્મુ કાશ્મીરમાં અત્યારે ૨૦ જિલ્લા છે. જમ્મુ કાશ્મીરની લોકસભાની સીટો પાંચ છે. જયારે લદાખની લોકસભામાં સીટ એક છે.

જમ્મુ કાશ્મીરમાં અત્યારે ધારા ૨૩૯-એ અંતર્ગત શાસન કરવામાં આવે છે.

જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ હવે પાંચ વર્ષ રહેશે.

નવા કાયદા મુજબ જો ઉપરાજયપાલને લાગે કે વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ઓછી છે તો તેઓ બે મહિલાઓને વિધાનસભા માટે નામાંકિત કરી શકે છે.

જમ્મુ કાશ્મીરમાં હવે મુખ્ય સત્તાસ્થાને ઉપરાજયપાલ રહેશે.

જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જતાં અહિંનું રાજયપાલનું પદ હવે સમાપ્ત થઈ ગયુ છે. દેશના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ હવે અહિં ઉપરાજયપાલ રહેશે.

જમ્મુ કાશ્મીરની વિધાનસભા ઉપર સંસદનું પ્રભુત્વ રહેશે. એટલે કે સંસદમાં બનેલો કોઈપણ કાયદો વિધાનસભામાં બનેલા કાયદાથી ઉપર માનવામાં આવશે.

હવે જમ્મુ કાશ્મીરમાં પણ મુખ્યમંત્રીનું મંત્રીમંડળ વિધાનસભા ૧૦ ટકા કરતા વધારે નહિં રાખી શકાય. કેન્દ્ર સરકારે વિધાનસભાની ૧૦૭ સીટ હતી તે વધારીને ૧૧૪ કરી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના હિસાબે નવુ સિમાંકન કરવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો છે.

(11:46 am IST)