Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટમાં આજથી રોજેરોજની સુનાવણી

મધ્યસ્થતા દ્વારા કોઈ સરળ ઉકેલ શોધવાનો પ્રયાસ નિષ્ફળ થયા બાદ સુપ્રીમમાં રોજેરોજની સુનાવણી થશે

નવી દિલ્હી, તા.૬: સુપ્રીમ કોર્ટ રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદમાં ()) રોજેરોજની સુનાવણી કરશે. મધ્યસ્થતા દ્વારા કોઈ આસાન ઉકેલ શોધવાનો પ્રયાસ નિષ્ફળ થયા બાદ સુપ્રીમ કોર્ટે મામલાની રોજેરોજની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચ મામલાની સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નજીર પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂર્વ જસ્ટિસ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ૮ માર્ચને રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિના આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું કે વિવાદનો સર્વમાન્ય ઉકેલ શોધવાનો પ્રયાસ નિષ્ફળ થઈ ગયો છે.

જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી આ સમિતિએ લગભગ ચાર મહિના સુધી મધ્યસ્થતા દ્વારા આ વિવાદનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યસ્થતા સમિતિએ આ વિવાદનું સમાધાન શોધવાન માટે અયોધ્યાથી લગભગ સાત કિલોમીટર દૂર ફૈજાબાદમાં બંધ રૂમમાં સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવામાં આવી હતી.

અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ઘ દાખલ ૧૪ અપીલો પર થશે સુનાવણી

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચ આજે અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૦ના ચુકાદાની વિરુદ્ઘ દાખલ ૧૪ અપીલો પર સુનાવણી શરૂ કરશે. હાઈકોર્ટે આ ચુકાદામાં અયોધ્યામાં ૨.૭૭ એકરની વિવાદીત ભૂમિ તેના ત્રણ પક્ષકારો- સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે બરાબર બરાબર વહેંચવાજો આદેશ આપ્યો હતો.

(11:41 am IST)