Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સરકારના માસ્ટર સ્ટ્રોકથી મોદીનું કદ વધ્યુ : વિપક્ષ અવાચક

ભાજપે વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો કાયમ માટે છીનવી લીધો : મોદી સામે આવતા વર્ષોમાં કોઇ હરીફ રહ્યો જ નહિ

નવી દિલ્હી, તા. ૬ :  જમ્મુ કશ્મીર પર લીધેલા કેન્દ્રના ઐતિહાસિક નિર્ણય બાદ બીજેપીએ વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો હંમેશા માટે છીનવી લીધો છે. કેન્દ્રએ જે નિર્ણય કર્યો છે તેના જણાવ્યા મુજબ, જમ્મૂ કાશ્મીર અને લડાખને હવે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહના રાજયસભામાં આપેલા નિવેદન મુજબ, જમ્મુ કાશ્મીરમાં હવે ફકર કલમ ૩૭૦દ્ગટ ખંડ એક જ લાગુ થશે.

  ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો શરૂઆતથી જ બીજેપીના કેન્દ્રમાં રહેલો છે. ૨૦૧૪જ્રાક્નત્ન જયારે પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. ત્યારે પણ તેમના દ્યોષણા પત્રમાં પક્ષનો ઉલ્લેખ કર્યો હતો. આજે સરકારના રૂપમાં જે નિર્ણય સામે આવ્યો છે તે એ જ દ્યોષણા પત્રની બીજી કડી છે.જમ્મુ કાશ્મીરનું લીગલ સ્ટેટસ બદલી જવાની અસર ખુબજ વ્યાપક હશે. રાજનૈતિક દ્રષ્ટિએ જોઈએ તો આ ખુબજ મોટો નિર્ણય છે.

    કેન્દ્રએ જમ્મુ કાશ્મીર પર મોટો નિર્ણય આપીને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો સાથે મોટો મુદ્દો હમેશા માટે છીનવી લીધો છે. આ નિર્ણય એવો છે કે જેનાથી પીએમ મોદીએ ખુદને આગળના વર્ષો માટે સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો તેનું રાજનૈતિક અસ્તિત્વ હવે ખતમ થવાના આરે છે. પહેલાથી જ તે રાજય અને ત્યાંથી બહાર તેમની રાજનૈતિક જમીન ગુમાવી ચૂકયું છે. કોંગ્રેસ સમયની સાથે ખુદને ના બદલી શકી અને ન સ્પષ્ટ નિર્ણય લઇ શકી. તેને હંમેશા જ તેને એ વોટબેંકનો ભાગ બનાવીને રાખ્યો.

(11:39 am IST)