Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભાજપના સાંસદે કરી માંગ

યુગપુરૂષ છે પીએમ મોદી : તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઇએ

નવી દિલ્હી, તા. ૬ : જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી કલમ ૩૭૦ સમાપ્ત કર્યા બાદ ઉત્સાહિત ભાજપી સાંસદે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભરપેટ વખાણ્યા હતા. મધ્યપ્રદેશના રતલામથી ભાજપના સાંસદ ગુમાનસિંહ ડામોરે તેમને 'યુગપુરૂષ' ગણાવી કહ્યું છે કે પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન 'ભારતરત્ન' મળવું જોઇએ. તેમણે મોદીના કાશ્મીર અંગેના નિર્ણયને સાહસિક પગલુ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મોદીજી યુગપુરૂષ છે તેમનું અનેક દેશોએ સન્માન કર્યું છે. ૩૭૦ કલમ પર નિર્ણય લઇ તેમણે સમગ્ર દેશને ખુશ થવાનો મોકો આપ્યો છે. હું માંગ કરૂ છું કે તેમને 'ભારતરત્ન'થી સન્માનિત કરવા જોઇએ.

(11:02 am IST)