Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉતરપ્રદેશમાં નવી દુલ્હનએ બનાવેેલી રસોઇ જમ્યા પછી આખો પરિવાર બેહોશઃ યુવતી રોકડ-ઝવેરાત લૂંટી ફરાર

     ઉતરપ્રદેશના મુરાદાબાદમાં એક દિવસ પહેલા દુલ્હન બનીન આવેલ યુવતી દ્વારા  બનાવેલ ભોજન જમીને પતિ સહિત આખો પરિવાર બેહોશ થઇ ગયો  અને તે રોકડ અને ઝવેરાત લઇ ફરાર થઇ ગયેલ.

     યુવતીએ ભોજનમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો. જયારે પરિવારને છોકરીના ઘરનો ખ્યાલ નથી કારણ કે વચેટીયાએ એમને આ છોકરી મંદિરમાં દેખાડેલી હતી.

     આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. છોકરાના પિતાએ છોકરીવાળાને લગ્ન માટે રૂ. ર૦,૦૦૦ પણ આપ્યા હતા.

(9:04 am IST)