Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

27 વર્ષ પહેલાં પીએમ મોદીએ કલમ 370 હટાવવાનાં કર્યો હતો સંકલ્પ :પરેશ રાવલે જૂની તસ્વીર કરી શેર

 

નવી દિલ્હી : જમ્મૂ-કશ્મીરને આપવામાં આવેલો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ થઇ ગયો છે લદ્દાખવાળા ભાગને અલગ કરી દેવાયો છે કેન્દ્ર શાસિત રાજ્ય હશે. મામલે સોશિયલ મીડિયા સહિત સંપૂર્ણ દેશમાં વધામણાં થયા છે ત્યારે જમ્મૂ-કશ્મીરનાં પૂર્વ CMએઆ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. સમયે એક્ટર પરેશ રાવલે એક 27 વર્ષ જૂની તસવીર શેર કરી છે.

પરેશ રાવલે વડાપ્રધાન  મોદીની એક જુની તસવીર શેર કરતાં લખ્યુ છે કે, 'આપને સો સો સલામ' તસવીરમાં પીએમ મોદી યુવાન દેખાય છે. જ્યારે તેમની પાછળ લાગેલા બેનર પર આર્ટિકલ 370 હટાવો, આતંકવાદ મિટાઓ, દેશ બચાવો.. ચલો કાશ્મીર લખેલું દેખાય છે.

   તેમાં પરેશ રાવલે જે તસવીર શેર કરી છે તેમાં તે ભાગને ખાસ કરીને હાઇલાઇટ કરવામાં આવ્યો છે જેમાં આર્ટિકલ 370 હટાવવાની વાત લખી છે. પરેશ રાવલ અનુસાર PM મોદીએ વર્ષો પહેલાં આર્ટિકલ 370 હટાવવાનાં પ્રણ લીધા હતાં.

   અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં ભારતીય જનતા પાર્ટીનાં લાલ કૃષ્ણ અડવાણીનાં નેતૃત્વમાં એકતા યાત્રા નીકળી હતી. ત્યારે ભાજપનાં ઘણા સમર્થક કાશ્મીર પહોચ્યા હતા. ત્યારે 26 જાન્યુઆરી 1992નાં લાલ ચોક પર ભાજપનાં સમર્થકોએ તિરંગો લહેરાવ્યો હતો. નરેન્દ્ર મોદી ત્યારે એક સામાન્ય ગુજરાત ભાજપનાં કાર્યકર્તા હતાં. નરેન્દ્ર મોદી પહેલી વખત વર્ષ 2001માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા. તસવીર તે CM બન્યા તેનાં પણ આશરે નવ વર્ષ જુની છે.

 

(12:00 am IST)