Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થતા પાકિસ્તાન શેરબજારમાં ગાબડાં ;બે વર્ષના સૌથી ખરાબ પ્રદર્શન

રોકાણકારોના લગભગ 6,88,000 કરોડ પાકિસ્તાની રુપિયા ડુબી ગયા

 

નવી દિલ્હી :ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરતા પાકિસ્તાન શેરબજારમાં ગાબડાં પડયા છે પાકિસ્તાની શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE100 600 અંકોથી વધારે તુટી ગયો હતો. સંસદમાં જમ્મુ કાશ્મીરના પુનગઠનનું વિધેયક રજુ થયું હતું. જેમાં લદાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે.

    સોમવારે પાકિસ્તાની શેરબજારની સપાટ શરુઆત થઈ હતી. કેએસઈ100 31666.41ના સ્તરે ખુલ્યો હતો. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આર્ટિકલ 370ના પ્રથમ બે ઉપબંધોમાં સંશોધનનો પ્રસ્તાન રજુ કર્યા તો તેના ઉપર રાષ્ટ્રપતિએ તરત પોતાની મોહર લગાવી દીધી હતી. આ ખબરથી પાકિસ્તાનના શેરબજારમાં ખલબલી મચી ગઈ હતી અને વેપાર દરમિયાન કેએસઈ100 687.45 પોઇન્ટ તુટીને 30,978.96ના સ્તરે આવી ગયો હતો. જે દિવસનો નીચલો સ્તર છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનું શેરબજાર છેલ્લા બે વર્ષમાં દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રહ્યું છે. રોકાણકારોના લગભગ 6,88,000 કરોડ પાકિસ્તાની રુપિયા ડુબી ગયા છે

(12:00 am IST)