Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આબાદ કૂટનીતિ :પાકિસ્તાનની કાગારોળ પહેલા ભારતે સુરક્ષા પરિષદના પાંચેય દેશોને નિર્ણંયની આપી જાણકારી

 

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિતભાઈ  શાહે રાજ્યસભામાં ઘોષણા કરી કે સરકારે બંધારણના અનુચ્છેદ 370ને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ સચિવ વિજય કુમાર ગોખલેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સદસ્ય દેશો ચિન, ફ્રાંસ, રૂસ, બ્રિટન અને અમેરિકા સહિતના ઘણા દેશોને ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મિર પર લેવાયેલા નિર્ણયની જાણકારી આપી દીધી છે. તેમણે જણાવ્યુ હતુ કે હાલમાં ભારતની સંસદના વિચારણા હેઠળની દરખાસ્તો ભારતની આંતરિક છે. તેનો હેતુ સુશાસન પ્રદાન કરવા, સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને જમ્મુ-કાશ્મીરમાં આર્થિક વિકાસની ખાતરી આપવાનો છે.

  તરફ પાકિસ્તાન ભારતના નિર્ણયથી ફફડી ઉઠ્યુ છે. પાકિસ્તાને ભારતના નિર્ણય વિરૂદ્ધ વિશ્વ સમુદાય અને નેતાઓને ધ્યાન દોરવાનું કહ્યું છે. ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કાશ્મિરની સમસ્યા પર મધ્યસ્થિ કરવા માટે કહ્યું હતુ. બાબતે દખલ કરવાનો સમય છે. પાકિસ્તાનના પીએમે દાવો કર્યો છે કે ભારત  નાગરિકો પર ક્લસ્ચર બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રિય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પર ધ્યાન આપવુ જોઈએ.

 જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડિપીનાં વડા મહેબૂબા મુફ્તિ અને ઓમર અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે. ગઇકાલે મોડી રાત્રે મહેબૂબા મુફ્તિને નજરકેદ કરવામાં આવ્યા હતાં. અટકાયત બાદ મહેબૂબા મુફ્તિને ગેસ્ટ હાુસ લઇ જવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ કેન્દ્રની મોદી સરકારે પગલુ ભર્યુ છે.

જમ્મુ-કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયો લીધા બાદ શ્રીનગરમાં વધુ એક કાર્યવાહી જોવા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તની અટકાયત કરી છે. અટકાયત બાદ મહેબુબા મુફ્તીને ગેસ્ટહાઉસ લઇ જવામાં આવ્યા છે. રવિવાર રાત્રીથી અત્યાર સુધી મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. જેની જાણકારી ખુદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને આપી હતી.

પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી ભડક્યા છે. પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યુ હતું કે, 1947માં બે રાષ્ટ્રના સિદ્ધાંતને રદ્દ કરવા અને ભારત સાથે જોડાવાના જમ્મુ-કાશ્મીર નેતૃત્વ નિર્ણયને પાછળ છોડી દીધો છે. ભારત સરકારનો ધારા 370ને રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર, એકતરફી અને ગેરબંધારણીય છે. ભારતને જમ્મુ-કાશ્મીરમાં એક નિરંકુશ શક્તિ બનાવી દેશે.

  જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવામાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જમ્મુ કાશ્મીરના બે મોટા નેતા પીડીપીના મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ સહિત દેશભરના લોકો મોદી સરકાર કાશ્મીર અંગે શું કરવા માગે છે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે વિશે રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે જવાબ આપ્યો.

  સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370માં ફેરફારની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નવા કાશ્મીરનું સર્જન થશે. આખરે 72 વર્ષ બાદ રાજ્યસભા સદનમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:00 am IST)