Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કોંગ્રેસ નેતા જનાર્દન દ્વિવેદીએ આર્ટિકલ 370ને હટાવાના મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન

કહ્યું ભલે મોડું હોય આજે ઈતિહાસની એક ભૂલને સુધારી લેવાઈ: દ્વિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પાર્ટી વતી નહીં પરંતુ તેનું પોતાનું મંતવ્ય છે

 

નવી દિલ્હી : કોંગ્રેસનાં  નેતા અને પૂર્વ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ સંવિધાનના આર્ટિકલ 370ના હટાવાના મોદી સરકારના નિર્ણંયનું સમર્થન કર્યુ છે. આર્ટિકલને કારણે જમ્મૂ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે

 .દ્વિવેદીએ કહ્યુ હતુ કે, મારા રાજકીય ગુરૂ રામ મનોહર લોહિયા હંમેશા આર્ટિકલ 370ના વિરોધી હતા. આજે ઈતિહાસની એક ભૂલને સુધારી લેવામાં આવી છે ભલે મોડુ થયુ હોય. દ્વિવેદીએ સ્પષ્ટતા કરી હતીકે, તેઓ પાર્ટી તરફથી બોલી રહ્યા નથી. પરંતિ તેમનું પોતાનું મંતવ્ય છે. જોકે, દ્વિવેદીએ કહ્યુકે, જમ્મૂ-કાશ્મીરથી સંબંધિત વિધેયક વિશે કોઈ સંદેહ નથી. તે મંગળવારે લોકસભામાં પાસ થઈ જશે.

  અત્રે ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિનાં આદેશ બાદ જમ્મૂ-કાશ્મીર રાજ્યમાં આર્ટિકલ 370ને હટાવી દીધુ છે. અમિતશાહે સોમવારે રાજ્યસભામાં આર્ટિકલ 370ને હટાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યુ છે. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બંને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.

(12:00 am IST)