Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોદી-શાહની ગજબની ગુપ્તતા :જમ્મુ કાશ્મીરનો ઐતિહસિકનિર્ણંયની કેબિનેટ બેઠક પહેલા મંત્રીઓને પણ ખબર નહોતી

કેબિનેટ બેઠકનો કોઈ એજન્ડા પણ મંત્રીઓ પાસે મોકલ્યો ન હતો

dir="ltr">
 
નવી દિલ્હી ;કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણંય કર્યો છે જમ્મુ કાશ્મીરને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો હોવા છતા કોઈને સહેજ પણ ખબર પડી ન હતીવડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે એટલી બધી ગોપનિયતા રાખી હતી કે તેમના મંત્રીમંડળના સાથીઓને પણ તેના વિશે ખબર પડવા દીધી ન હતી.
   સૂત્રોના મતે મોટા ભાગના મંત્રીઓને આ વિશે જાણકારી કેબિનેટની બેઠકમાં થઈ હતી. આ કેબિનેટ બેઠકનો કોઈ એજન્ડા પણ મંત્રીઓ પાસે મોકલ્યો ન હતો અને બધાને એવો અંદાજો હતો કે કોઈ ઘણો મહત્વપૂર્ણ મામલો છે. કેબિનેટ બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે મંત્રીઓને જમ્મુ કાશ્મીર વિશે લેવાનાર નિર્ણય વિશે જાણકારી આપી હતી.
     કેબિનેટ બેઠક પહેલા ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે NDAના પોતાના સહયોગી દળોના નેતાઓ સાથે સંપર્ક કર્યો હતો. સૂત્રોના મતે તે નેતોઓને ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે સરકાર મહત્વપૂર્ણ બિલ લઈને આવી રહી છે અને તેમાં બધાનો સહયોગ જોઈએ છે.જોકે બિલ વિશે તેમાં શું છે તે વિશેની જાણકારી આપવામાં આવી ન હતી
  . ત્રણ મંત્રી પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન અને પિયુષ ગોયલને રાજ્યસભાના સાંસદો સાથે સંપર્ક કરીને સમર્થન મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ મંત્રીઓને પણ કેબિનેટ બેઠક પહેલા બિલ વિશે જાણકારી આપવામાં આવી ન હતી. સ્પષ્ટ છે કે સરકારે આ મામલે ઘણી ગોપનિયતા રાખી હતી અને ફક્ત થોડો લોકોને જ તેની જાણકારી આપી હતી. જેમની આ મામલે કોઈના કોઈ ભૂમિકા હતી
(12:00 am IST)