Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આર્ટિકલ 370 ખતમ :સોશ્યલ મીડિયામાં કાશ્મીરના અવનવા જોક્સે ધમાલ મચાવી

વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની તસવીરો સાથે જાત જાતના ક્વોટ્સ વાયરલ

નવી દિલ્હી :કાશ્મીરને વિશેષ દરજ્જોપ આપતી 370 ખતમ થતા દેશભરમાં ઉજાવની થઇ રહી છે લોકોએ આ નિર્ણયને વધાવ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં પણ અવનવા જોક્સે ધમાલ મચાવી છે લોકો કાશ્મીરના પ્લોટને લઇને તો કેટલાક કુંવારાઓને લઈને ટિપ્પણી કરી રહ્યાં છે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. તેની સાથે જ અમિતભાઈ  શાહે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. . જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી છે કે  હવે કેટલા રાજ્યો? અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો? કાશ્મીર વિશેના જોક્સે સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ છે.

 

આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે

આ જાહેરાત થવાની સાથે જ સોશિયલ મીડિયામાં જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૌથી મોટી ચર્ચાએ છે કે હવે કેટલા રાજ્યો? અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો? આ ચર્તા થઈ રહી છે. સરકારે લદાખને કેન્દ્ર શાશિત પ્રદેશ અને જમ્મુ- કાશ્મીરને રાજ્યના દરજ્જા સાથે કેન્દ્ર શાસિત જાહેર કર્યુ છે.

સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની તસવીરો સાથે જાત જાતના ક્વોટ્સ વાયરલ થઈ રહ્યાં છે. રાજ્યના અનેક સ્થળો પર ફટાકડા ફોડીને ઊજવણી કરાઈ છે. લોકો આ નિર્ણયને આવકારી રહ્યાં છે.
કેટલાક વાયરલ જોક્સ
'કાશ્મીર માં પ્લોટ નો પ્લાન આવી ગયો છે. વગર ac એ ઠંડુ લાગ્યા જ કરે તો જ લેવાનો ગેરંટી સાથે'
' સરકારના નિર્ણયથી ઘણા લોકોને ઝટકો લાગ્યો છે પણ એમને ક્યાં ખબર છે કે ગુજરાતીઓ શ્રાવણમાં બંધમાં જ રમે'
'1,2 અને ત્રણ બેડરૂમ હોલ કિચનના ફલેટ હવે શ્રીનગરની તાજી હવામાં - રહેવા માટે આજે જ મકાન બુક કરાવો ,

(9:00 am IST)