Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉન્નાવ રેપ કેસમાં પીડિતાને દિલ્હી શિફ્ટ કરવા આદેશ

પીડિતાની સાથે વકીલને પણ દિલ્હી ખસેડાશે : બંનેની તબિયત આંશિકરીતે સુધારા પર આવી : અહેવાલ

પીડિતાની સાથે વકીલને પણ દિલ્હી ખસેડાશે : બંનેની તબિયત આંશિકરીતે સુધારા પર આવી : અહેવાલનવી દિલ્હી,તા. ૨ : સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાને સારવાર માટે નવી દિલ્હી ખસેડવાનો આદેશ કર્યો હતો. પીડિતાની સાથે સારવાર લઇ રહેલા તેમના વકીલને પણ સારવાર માટે લખનૌના બદલે દિલ્હી ખસેડવાનો આદેશ આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. બંનેની સારવાર હાલમાં લખનૌમાં કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ચાલી રહી છે. લખનૌમાં તબીબોએ માહિતી આપી છે કે,

           બંનેની હાલત ગંભીર છે પરંતુ સ્થિર છે. જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની બનેલી બેંચને આજે જણાવવામાં આવ્યું હતું કે, લખનૌમાંથી બિમાર રહેલી પીડિતાને ખસેડવામાં આવી રહી છે. કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ દ્વારા પુરતી માહિતી આજે જારી કરવામાં આવી હતી. તબીબોના કહેવા મુજબ પીડિતાની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. તે હવે સાંભળી રહી છે અને વાતો સમજી પણ રહી છે. વેન્ટીલેટર પરથી દૂર કરવા વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ વકીલ મહેન્દ્રસિંહને વેલ્ટીલેટરમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. કેસની દરરોજ સુનાવણી કરીને ૪૫ દિવસની સમયમર્યાદા આ મામલે નક્કી કરી છે.

           હાલમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને યુપી સરકાર તરફથી કહેવામા ંઆવ્યુ હતુ કે આદેશ મુજબ ૨૫ લાખ રૂપિયાનુ વળતર રેપ પિડિતાને સોંપી દેવામા ંઆવ્યુ છે. હાલમાં સુપ્રીમ કોર્ટે રાયબરેલીની પાસે માર્ગ અકસ્માતમાં જખ્મી રેપ પિડિતાને વચગાળાના વળતર તરીકે ૨૫ લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. રવિવારના દિવસે ટ્રક અને કારની ટક્કરમાં ઘાયલ રેપ પિડિતાની હાલત ગંભીર બનેલી છે. તેને હાલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. પુરતી સારવાર તેને લખનૌમાં આપવામાં આવી રહી હતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય આરોપી સેંગરને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. ભાજપે પણ વિરોધ પક્ષોના જોરદાર દબાણ હેઠળ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ કર્યો હતો.

(12:00 am IST)